ભાસ્કર વિશેષ:ડેટા ઓપરેટર અને ક્લાર્ક ના હોવાથી BLOની કામગીરી શિક્ષકોને સોંપાતા રોષ

લૂણાવાડા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લુણાવાડા તા. પ્રા. શિક્ષક સંઘ દ્વારા લુણાવાડા મામલતદારને આવેદન
  • BLOની કામગીરી માટે પ્રા. શિક્ષકોને ગરૂડા એપ ડાઉનલોડ કરી કામગીરીનો આદેશ કરાયો

પ્રાથમિક શિક્ષકોને બીએલઓની કામગીરી ગરૂડા એપના માધ્યમથી ઓનલાઇન કરવાના આદેશથી શિક્ષકોમાં રોષ ઉઠવા પામ્યો છે. શિક્ષકોના મોબાઇલમાં એપને ડાઉનલોડ કરીને ઓનલાઇન કામગીરી કરવાથી વિદ્યાર્થીઓના શેરી શિક્ષણ તથા ઓફલાઇન શિક્ષણ ઉપર તેની અસર થશે . આથી અગાઉની જેમ મેન્યુઅલ કામગીરી કરાય તેવી માંગ શિક્ષકો દ્વારા કરવામાં આવી છે. રાજ્યના ચુંટણી પંચ દ્વારા બીએલઓની કામગીરી હાથ ધરી છે . જેના માટે પ્રાથમિક શિક્ષકોને બીએલની કામગીરી સોંપવામાં આવી છે.

જોકે ચાલુ વર્ષે શિક્ષકો દ્વારા કરવામાં આવનાર બીએલઓની કામગીરી ગરૂડા એપમાં ઓનલાઇન કરવાની છે. જેના માટે પ્રાથમિક શિક્ષકોએ પોતાના એન્ડ્રા ગરૂડા એપ ડાઉનલોડ કામગીરી કરવાનો રાજ્યના ચુંટણી પંચે આદેશ કરતા શિક્ષકોમાં રોષ ઉઠ્યો છે . ગરૂડા એપના માધ્યમથી ઓનલાઇન કરવાથી બીએલઓની કામગીરી ડેટા ઓપરેટર અને ક્લાર્ક ન હોવાથી તેને શિક્ષકોના માથે થોપવામાં આવી છે.

બીએલઓની ઓનલાઇન કામગીરીમાં પ્રાથમિક શિક્ષકો રોકાઈ રહેવાથી તેની સીધી અસર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવતું શિક્ષણ ઉપર પડતા લુણાવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બિપિન પટેલ અને મહામંત્રી હરીશ પટેલે જણાવ્યું છે. શિક્ષકો દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપી જણાવ્યું હતું જે બીએલઓની કામગીરી ઓફલાઇન કરવામાં આવતી હતી .

તેમાં માત્ર શિક્ષકોને માત્ર એક જ ફોર્મ ભરવાનું હતું . ફોર્મ ભરીને જિલ્લા અને તાલુકાકક્ષાની ચુંટણી અધિકારીની કચેરી ખાતે જમા કરાવવાના હતા આથી બીએલઓની અગાઉની કામગીરી મુજબ જ કામગીર કરાવવાની માંગ ઊઠી છે. આથી બીએલઓની કામગીર માટે ગરૂડા એપ ફરજિયાત ડાઉનલોડ નહી કરાવવાની માંગણી સાથે લુણાવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે લુણાવાડા મામલતદાર ને આવેદન આપી રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...