તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહિસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા નગરમાં ગીચ વાળા બજારો 15 દિવસ સુધી તંત્ર દ્વારા પોલીસની મદદથી શુક્રવારથી અચાનક બંધ કરાવવામાં આવતા વેપારીઓ રોષે ભરાયા હતા. લુણાવાડા નગરના બસ સ્ટેશન પાછળ આવેલ બજાર તેમજ બાવળા માર્કેટ બજાર, માંડવી બજાર, પરા બજાર, સુપર માર્કેટ સહિતના મોટાભાગના ગીચવાળા કે જ્યાં મોટા ભાગના લોકો ખરીદી કરવા માટે આવે છે અને વધુ ભીડ જામે છે.
જેથી છેલ્લા કેટલાય દિવસથી મહિસાગર જિલ્લામાં વધી રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓ સંક્રમણના કારણે કેસોમાં વધારો નોંધાતો હોવાથી બજારોને કન્ટેનમેન્ટ એરીયા જાહેર કરી શુક્રવારે વહેલી સવારથી લુણાવાડા પ્રાંત અધિકારી મામલતદાર સહિત પોલીસનો કાફલાએ લુણાવાડાના બજારો બંધ કરાવ્યા હતા.
બજાર શરૂ રાખવા માટે કોઈ સ્પેસેફિક ટાઇમ આપવો જોઈએ.કોઈ પણ પ્રકારનું લાઉડસ્પીકર નથી ફર્યું ને સવારે દુકાને આવ્યા ત્યારે અધિકારીઓ આવી બજાર બંધ કરાવ્યું હતું. બજાર શરૂ રાખવા માટે કોઈ સ્પેસેફિક ટાઇમ આપવો જોઈએ.-દિપકભાઈ શાહ, વેપારી, લુણાવાડા.
એરિયાને કન્ટેનમેન્ટ એરિયા જાહેર કરી બજાર બંધ કરાયા કોરોનાનું સક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે લુણાવડા નગરમાં ઘણા બધા કેસો આવી રહ્યા છે. ગઈ કાલે વાવવાળા માર્કેટ અને પોલન સ્કૂલની નજીકના માર્કેટમાં ટેસ્ટિંગ કરતા કેટલાક વેપારીઓ પોઝિટિવ આવ્યા છે. જેથી ભીડભાડ વળા બજારના આ એરિયાને કન્ટેનમેન્ટ એરિયા જાહેર કરી આગામી 15 દિવસ માટે બજારો બંધ કરાયા છે
વેપારીઓને આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે
કોઈ પણ વેપારીને જાણ કરવામાં નથી આવી અને અચાનક બજાર બંધ કરાવવામાં આવ્યું છે. એક વર્ષથી બજાર ઠંડુ હોવાના કારણે વેપારીઓને આત્મહત્યા કરવાનો વારો છે. >કમલેશભાઈ શાહ ,લુણાવાડા વેપારી,
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.