મહિસાગર પાણી પુરવઠા યાંત્રિક વિભાગ દ્વારા 5 દિવસની જહેમત બાદ બંધ પડેલી 3 મોટરમાં 1 મોટરનું રીપેરીંગ કામ પુર્ણ કરી માત્ર દીવડા અને કડાણા ગામને પાણી પહોંચાડી સંતોષ માની લેવામાં આવ્યો હોય તેવુ જોવા મળ્યું હતું. સંતરામપુર અને કડાણા તાલુકાના 134 ગામને પાણી પૂરું પાડવા માટે યાંત્રિક વિભાગ દ્વારા બે મોટર 22 કલાક સતત કાર્યરત રાખે તો પણ ગામે ગામ પાણી પહોંચી શકે નહિ તે વાતથી પોતે અજાણ હોય તેમ માત્ર એક મોટર રીપેરીંગ કર્યા બાદ પાછલા 7 દિવસમા 2 ગામોને પાણી પુરુ પાડી અન્ય 132 ગામોને પાણી માટે વલખાં મારવા મજબુર કર્યા છે.
ત્યારે પાણી પુરવઠા યાત્રિક વિભાગ દ્વારા ભર ઉનાળે જ્યાં લોકો પાછલા એક અઠવાડિયાથી પાણી માટે રઝળપાટ કરી રહ્યા છે. ત્યાં માત્ર એક મોટરના સહારે બે તાલુકાના 134 ગામને પાણીની સમસ્યા નહિ સર્જાય તેવી ભગીરથ કામગીરી કરી સંતોષ માની લેવાયુ હતું. જ્યારે પાણી પુરવઠા સંતરામપુર (સિવિલ) વિભાગ જે આ 134 ગામોને પીવાનું પાણી વિતરણ કરે છે તેમના જણાવ્યા મુજબ વર્તમાનમા એક મોટર દ્વારા એક દિવસમા 134 ગામોને પાણી આપવુ અશક્ય છે.
હાલ ચાલતી એક મોટર બે તાલુકામાંથી માત્ર 15 જેટલા ગામની તરસ છીપાવી શકે છે. જો આ પ્રમાણે પાણી વિતરણ કરે તો બે તાલુકાના દરેક ગામને અઠવાડિયામાં એક વાર પાણી પુરું પાડી શકાશે. બેદરકારીથી બે તાલુકાની પ્રજા પીવાના પાણી માટે પોકાર પાડતી જોવા મળી રહી છે.
1 ગામનો અઠવાડિયે એક વખત વારો આવશે
જે રીતે હાલની સ્થિતિ છે એમા બીજી મોટર રીપેરીંગ ના થાય ત્યાર સુધી એક મોટર 24 કલાક ચાલુ રાખે તો પણ દરેક ગામને અઠવાડિયામાં એક વખત પાણી આપી શકાય આ પ્રમાણે વિતરણ કરે તો દિવસના 15 જેટલા ગામને જ અમે પાણી આપી શકીશું જેમા અેક ગામનો અઠવાડિયે એક વખત વારો આવશે. - પ્રકાશ બામણીયા, ડે .ઈજનેર. પાણી પુરવઠા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.