તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:મહીસાગર જિલ્લામાં કોરોનાના ફક્ત 9 પોઝિટિવ કેસ નોંધાયા

લુણાવાડા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 30 દર્દીઓ સ્વસ્થ થતાં રજા અપાઇ

મહીસાગર જિલ્લામાં બુધવારે બાલાસિનોર તાલુકામાં 2, કડાણા તાલુકામાં 2, લુણાવાડા તાલુકામાં 1, સંતરામપુર તાલુકામાં 3, વિરપુર તાલુકામાં 1 મળી અાવતા અેક અાંકડામાં ફક્ત 9 કોરોના પોઝિટિવ કેસ મળી અાવતા જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 7421 કેસ પોઝિટિવ નોધાયા છે.

જિલ્લામાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી બાલાસિનોર તાલુકામાં 5, કડાણા તાલુકામાં 2, ખાનપુર તાલુકામાં 3, લુણાવાડા તાલુકામાં 8, સંતરામપુર તાલુકામાં 8 અને વિરપુર તાલુકામાં 4 દર્દીઓએ કોરોનાને માત આપતાં તેમને બુધવારે રજા આપવામાં અાવતા જિલ્‍લામાં અત્યાર સુધીમાં કુલ 7122 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 22 વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી 51 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 73 મૃત્યુ નોંધાવા પામ્યા છે.

અન્ય સમાચારો પણ છે...