તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:મહીસાગર જિલ્લા સ્પોર્ટ્સ સ્કૂલ ફાળવણીમાં બિનતાર્કિક નિર્ણય લેવાતાં વાંધા અરજી કરાઇ

લુણાવાડા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
વાંધા અરજી. - Divya Bhaskar
વાંધા અરજી.
  • કલેક્ટરની અધ્યક્ષતામાં પાંચ અધિકારીની કમિટીમાં કલરવ સ્કૂલનું નામ મોકલવામાં આવ્યું અને આદર્શ સ્કૂલને મંજૂરી મળી

મહીસાગર જિલ્લો નવો બન્યા બાદ જિલ્લા લેવલે સપોર્ટ સ્કૂલ (DLSS) શરૂ કરવા માટે જાહેરાત આવેલ જે બાબતે જિલ્લા કક્ષાએ કલેક્ટરની અધ્યક્ષતામાં આવેલ પાંચ અધિકારીઓની કમિટીની દ્વારા આવેલ રજીઓમાંથી ચકાસણી કરી યોગ્યતા મુજબ દરખાસ્ત કરી ભલામણ રાજ્ય સરકાર ને કરતા હોય છે. જ્યારે જિલ્લા કમિટી દ્વારા કલરવ વિદ્યા મંદિરની દરખાસ્ત મોકલવામાં આવી હતી.

તેમ છતાં આદર્શ વિદ્યાલય ને મંજૂરી મળતાં કલરવ વિદ્યા મંદિરના ટ્રસ્ટી અનિલ પંડ્યા દ્વારા વાંધા અરજી કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે તુલનાત્મક રિપોર્ટ પ્રમાણે એમની પાસે મેદાન ભાડાનું અને ત્રણ થી ચાર કિલોમીટર દૂર છે એ પણ ડુંગર વિસ્તારમાં છે જે મેદાન માટે યોગ્ય નથી. જ્યારે મેદાન સ્કૂલ બહાર હોવાથી રમતવીરો માટે વાહન સિવાય શાળા કે હોસ્ટેલથી અવર જવર કરી શકે તેમ નથી અને અવર જવરમાં જીવનું પણ જોખમ રહે છે, કલરવ વિદ્યા મંદિરમાં GSEB અને CBSE બંને ચાલે છે ત્યારે આદર્શ વિદ્યાલયમાં એક જ બોર્ડ ચાલે છે.

જ્યારે જિલ્લા કલેક્ટર સહિત ચાર સક્ષમ અધિકારીઓની દરખાસ્ત મુજબ કલરવ વિદ્યા મંદિરની દરખાસ્ત મોકલવામાં આવી હોવા છતાં આદર્શ સ્કૂલનું ને મંજૂરી મળતા રાજ્ય મંત્રી અને જિલ્લા કલેક્ટરને વાંધા અરજી આપવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે જો સાત દિવસમાં યોગ્ય નિકાલ ન આવે તો નામદાર હાઈકોર્ટના દરવાજા ખખડાવાની ફરજ પડશે તેવું અનિલ પંડ્યાએ જણાવ્યું હતું.

સુવિધા ન હોવાથી આદર્શ સ્કૂલની માન્યતા રદ કરવા રજૂઆત
આદર્શ વિદ્યાલય પાસે રમત ગમત મેદાન, લેબોરેટરી, વિદ્યાર્થીની સંખ્યા પ્રમાણે યુરીનલ ટોયલેટ વગેરે જરૂરિયાત મુજબ સુવિધાઓ ન હોવાથી આદર્શ વિદ્યાલયની માન્યતા રદ કરવા માટે ઠરાવ થયેલ છે.

રમત-ગમતની મંજૂરી આપેલ આદર્શ સ્કૂલ અનેક વિવાદોમાં
જિલ્લા લેવલની સ્પોર્ટ સ્કૂલની મંજૂરી આપેલ આદર્શ સ્કૂલના ટ્રસ્ટીને 1 વિધાર્થીએ હોસ્ટેલમાં સુસાઈડ કર્યું હોવાથી 10 વર્ષની સજા થયેલ છે. પાલિકા દ્વારા સ્કૂલે દબાણ કર્યું હોવાથી 3 નોટિસો પણ આપેેલ છે.

અન્ય સમાચારો પણ છે...