તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વાઈરસ:હવે કોરોના સાથે જ જીવતા શીખવું પડશે : જયંતી રવિ

લુણાવાડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહીસાગરમાં કોરોનાના વધતા જતા ગ્રાફને કારણે આરોગ્ય અગ્રસચિવ દોડી આવ્યા
  • લુણાવાડાના કન્ટેઇન્મેન્ટ વિસ્તારની મુલાકાત લીધી

આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ મહીસાગર  જિલ્લાની મુલાકાત લીધી. જિલ્લા મથક લુણાવાડા કલેકટર કચેરી હૉલ ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ,  આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી આરોગ્યને લગતી કામગીરીની સમિક્ષા કરી હતી. લુણાવાડા ડુંગરાભીંત કન્ટેમેન્ટ એરિયાની બાલાસિનોરની કોવિડ હોસ્પિટલની મુલાકાત લઈ અને જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્યની ટીમને જરૂરી સૂચનો પણ કર્યા સ્પષ્ટ સંકેત આપ્યા કે કોરોના સાથે હવે જીવતા હવે શીખવાનું છે તેમણે જિલ્લાની કોરોના અંતર્ગત કામગીરીને સંતોષજનક ગણાવી હતી.

મહીસાગર જિલ્લામાં કોરોનાના પોઝેટીવ કેસોનો ચિંતાજનક આંક જોતાં આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિ મહીસાગર જીલ્લામાં દોડી આવ્યા હતા અને જિલ્લા સેવાસદન ખાતે આવેલ કોન્ફરેન્સ હૉલમાં જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમ સાથે સમિક્ષાની બેઠક યોજી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા. 

જીલ્લામાં સતત વધી રહેલા આંક વિષે પણ સમિક્ષા કરવામાં આવી હતી જેમાં જિલ્લા કલેક્ટર આર.બી.બારડ , જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, જિલ્લા આરોગ્ય અધિકારી એસ.બી.શાહ સહિત જિલ્લાના તમામ વહીવટી તંત્ર  તેમજ આરોગ્ય કર્મીઓ હાજર રહ્યા હતા જ્યાં તેમની સાથે જીલ્લામાં વધતાં કોરોના ના કેસ સંદર્ભે ચિંતા વ્યક્ત કરી હતી જીલ્લામાં આવી પડેલી આ વિકટ પરિસ્થિતિને પંહોચી વળવા કઈ રીતે કામગીરી કરવી તેના સૂચનો આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...