તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પાનમ નદીમાં રેતી ખનનથી લુણાવાડામાં પાણીની તંગી થતાં ખાણ-ખનીજને નોટિસ

લુણાવાડા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક માસ પૂરતી રેતી ખનનની પ્રવૃત્તિ બંધ કરવામાં આવે તેવી પાલિકાની નોટિસ
  • પાલિકા વિસ્તારમાં પીવાનું પાણી પૂરું પાડવામાં સમસ્યા આવી શકે તેમ છે

મહીસાગર જિલ્લામાં રેતી ખનન બાબતે ભૂમાફિયાઓ વિરુદ્ધ અનેક ફરિયાદો જોવા મળી છે. ત્યારે લુણાવાડા નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતી પાનમ નદી આધારિત સમગ્ર લુણાવાડા શહેરને પાણીના પીવાનો સ્ત્રોત તથા જથ્થો પૂરો પાડવામાં આવે છે. હાલ ઉનાળાની સિઝીન ચાલી રહી છે ત્યારે ઉપરવાસમાંથી નદીમાં પાણીની આવક બંધ થઈ છે અને પાનમ પુલ પાસે આવેલ ચેકડેમમાં પાણીની આવક 0.45 મીટરથી પણ નીચું જતું રહ્યુ છે.

નદી પાસે ઇન્ટેકવેલમાં પણ પાણીનું લેવલ નીચું જતું રહ્યું છે. પાણી ખેંચવા માટેની મોટરો પાણીના લેવલથી બહાર નીકળી જશે. ઇન્ટેકવેલની પાસે નદીમાં રેતી ખનનની પ્રવૃત્તિ ચાલી રહી છે. જેના લીધે નદીનું પાણી બોટ દ્વારા રેતી ખનન કરેલ વિસ્તારોમાં જતું રહેવાની શક્યતા રહેલી છે અને આ પ્રક્રિયા સતત ચાલુ રહે તો ભવિષ્યમાં નગરપાલિકાના વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડવાની સમસ્યા આવી શકે તેમ હોઈ એક માસ પૂરતી રેતી ખનનની પ્રવૃતિ મહેલોલીયા વોટર વોકર્સ ઇન્ટેકવેલના પાસે બંધ કરાય તેવી નોટિસ લુણાવાડા નગરપાલિકા દ્વારા મહીસાગર જિલ્લા ખાણ-ખનીજ વિભાગને આપી હતી. હવે ખાણ-ખનીજ વિભાગ નગરની ચિંતા કરે છે કે લીઝધારકોની કે લીઝમાં લુણાવાડાના રાજકીય નેતાની ભાગીદારી હોવાની ચર્ચા થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...