તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:કોલીયા કારવા માઇનોર કેનાલ ઉપર ગેરકાયદે બાંધકામ કરનાર 5ને નોટિસ

લુણાવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લુણાવાડાની કોલીયા કારવા માઇનોર કેનાલ ઉપર થયેલ ગેરકાયદે બાંધકામ - Divya Bhaskar
લુણાવાડાની કોલીયા કારવા માઇનોર કેનાલ ઉપર થયેલ ગેરકાયદે બાંધકામ
  • સિંચાઇ વિભાગ પાસે દબાણકર્તાઅોઅે દબાણ દૂર કરવા 25 દિવસનો સમય માંગ્યો

મહીસાગર જિલ્લો નવો બન્યા બાદ લુણાવાડા તેમજ આજુબાજુના વિસ્તારોના જમીનોના ભાવ ઉચકાયા છે ત્યારે ભુમાફિયાઓ દ્રારા સરકારી કરોડો રૂપિયાની જમીનો હડપ કરવામાં આવી રહી છે. જેને લઈ દિવસેને દિવસે સરકારી ખરાબા, ગૌચર, ફોરેસ્ટ તેમજ કેનાલ ખાતાની જમીનો દબાણમાં કેદ થઈ રહી છે.

ત્યારે લુણાવાડાથી બે કિ.મી નજીક સોનેલા ગામ પાસે કોલીયા કારવા માઇનોર કેનાલ પસાર થાય છે. અા કેનાલની જમીન ઉપર દુકાનો તેમજ કડાણા ડાબા કાંઠા નહેર પેટા વિભાગની વગર મજૂરીએ ગેરકાયદેસર દુકાનો તેમજ કેનાલ પર પોતાની સાઈડો પર જવા માટે રસ્તો બનાવી દેતા તંત્ર દ્વારા 5 થી પણ વધુ લોકોને નોટિસ ફટકારી હોવાનું જણાવવામાં આવ્યું હતું.

સિચાઇ વિભાગે અાપેલી નોટીસમાં તા. 3 જુલાઇના સવારે 8 વાગ્યા સુધી પોતાની જાતે સ્વ ખર્ચે દબાણ દૂર કરવું નહી તો 9 વાગે સિંચાઇ વિભાગ દ્વારા દબાણ દૂર કરવામાં આવશે. જેનો ખર્ચો દબાણ કરતા જોડે વસુલવામાં આવશે.

નોટિસ આપ્યા બાદ દબાણ દૂર ન કરતા શનિવારે સિંચાઇ વિભાગ દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે દુકાનદારો દ્વારા 25 દિવસનો વધુ સમય માગતા દુકાનોનું દબાણ 25 દિવસ બાદ દૂર કરવામાં આવશે. જ્યારે લુણાવાડા શહેરમાં ગોધરા રોડ ઉપર હોન્ડાના શોરૂમ ની બાજુમાં થી કેનાલ પસાર થાય છે જે કેનાલ ઉપર પણ ઠેર ઠેર દબાણ જોવા મળે છે જે દૂર થાય તેવી નગરજનોની માગણી પ્રબળ બની હતી.

સિચાઇ વિભાગે 5ને નોટીસ આપી
મેનેજર, મારુતિ સુઝુકી સર્વિસ સ્ટેશન, અશ્વિન સી સુથાર, વિશ્વકર્મા કોમ્પ્લેક્ષ, કલ્પેશ શાહ, ચિરાગ બોરવેલ, એસઆર પેટ્રોલ પંપ, હર્ષદભાઈ મગનભાઈ પટેલનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...