શિક્ષણ:મહીસાગરમાં ક્લાસીસ માટેનું જાહેરનામું રદ

લુણાવાડા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાના પગલે સમગ્ર દેશમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. બાળકોમાં કોરોના સંક્રમણ ના ફેલાય તે માટે શાળા કોલેજો ટ્યુશન કલાસીસની પ્રવૃત્તીઓને બંધ કરાઈ છે. બાળકોને ઘરે બેઠા ઓનલાઇન શિક્ષણ અપાઈ રહ્યું છે. એક તરફ જિલ્લા કલેકટરના જાહેરનામાંમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ અને બીજી તરફ અધિક નિવાસી કલેકટરના નિશ્ચિત સમય દરમિયાન ક્લાસ ચલાવવાનું જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં અાવ્યુ હતુ. જાહેરનામામાં ભ્રમિત સ્થિતિ પેદા થતા અંતે ગુરૂવારે જાહેર કરેલ જાહેરનામુ શુક્રવારે રદ કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...