સેવાકાર્ય:ના. કલેકટરે ઘાયલને પોતાની જીપમાં હોસ્પિટલ પહોંચાડયા

વિરપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૃદ્ધ અકસ્માતથી રોડ પર ઢળી પડ્યા હતા

મહિસાગરના ના. કલેકટર હરેશભાઈ મકવાણાએ માનવતા ભર્યું શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું છે. વિરપુરથી લુણાવાડાના માર્ગ પર સોનાવાડાના મોતીભાઈ તલારને અજાણ્યા વાહનની ટક્કરે ઇજા પામી હતી. બીજી તરફ અકસ્માત થતાં જ લોકોએ 108ને જાણ કરી હતી પરંતુ થોડી ક્ષણોમાં ત્યાંથી નાયબ કલેકટર પસાર થઈ રહ્યા હતા. જેઓની નજર અકસ્માતની ઘટના પર પડતા જ ઇજાગ્રસ્ત વૃદ્ધને પોતાના વાહનમાં બેસાડી સારવાર માટે લુણાવાડાની કોટેજ હોસ્પિટલમાં ખસેડયા હતા.

તમામ પ્રકારની વ્યવસ્થા કરી હતી. ઇજાગ્રસ્તના સ્વજનોનો સંપર્ક કરવા સુધી હોસ્પિટલમાં રોકાયા હતા. પરિવાર સહિત વૃદ્ધે અધિકારીનું માનવતા ભર્યુ વલણ જોઈ ગદ્દગદિત થઈ આભાર માન્યો હતો. તો બીજી તરફ હોસ્પિટલમાં અને અકસ્માત સ્થળે ઉપસ્થિત લોકોએ પણ ના. કલેકટરની માનવતા ભરી ઉમદા કામગીરીને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...