તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:લુણાવાડાની બેઠક માટે 3 દિવસ પછી પણ એકેય ફોર્મ ભરાયું નથી

લુણાવાડા16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સંતરામપુરમાં કોગ્રેસ પક્ષે ઉમેદવારી નોંધાવી

મહીસાગર જિ. પં. અને લુણાવાડા તા. પં.ની 26 સીટો માટે ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ત્યારે બુધવારે ફોર્મ ભરવાના 3 દિવસ પૂર્ણ થાય છે. તેમ છતા લુણાવાડાની બેઠક માટે એક પણ ફોર્મ ભરાયુ નથી. ભાજપા અને કોંગ્રેસની સીટો પર તો ઉમેદવાર જ ફાઈનલ નથી. આવા સંજોગોમાં મોટાભાગે અપક્ષ ઉમેદવારોના ફોર્મ ભરવાની શક્યતાઓ હતી. જેને કારણે ત્રણ દિવસમાં ઉમેદવારી કરવા માટે મોટી સંખ્યામાં ઉમેદવારો તંત્ર પાસેથી ઉમેદવારીપત્રો લઈ ગયા છે.

સંતરામપુરમાં જિલ્લા પંચયતની આઠ બેઠકોમાં ગોઠીબ બેઠકનું ફોર્મ મહિસાગર જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ હરજીવનદાસ પટેલે ભરીને મહિસાગર જિલ્લામાં ચુટણીના શ્રી ગણેશ કર્યા છે. અને સંતરામપુર પ્રાંત કચેરીમાં પ્રથમ ફોર્મ જમા કરાવ્યું હતું. બીજુ તરફ વિરપુર તાલુકામાં તંત્ર પાસેથી ત્રણ દિવસમાં કુલ 70 ફોર્મનો ઉપાડ થયો છે. પરંતુ અેક પણ ઉમેદવારે ભરેલ ફોર્મ પરત કર્યુ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો