તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલ્યાણકારી યોજના:સકલીયાની અર્ચી માટે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય આશીર્વાદ સ્વરૂપ

લુણાવાડા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્પિચ થેરાપીના લેશન શરૂ કરાતા બાળકીનેે બોલતી જોઇ પરીવારના સભ્યોમાં હર્ષના આંસુ આવી ગયાં. - Divya Bhaskar
સ્પિચ થેરાપીના લેશન શરૂ કરાતા બાળકીનેે બોલતી જોઇ પરીવારના સભ્યોમાં હર્ષના આંસુ આવી ગયાં.
  • બધિરતા માટે કોકિલયર ઇમ્પ્લાન્ટનું ઓપરેશન નિઃશુલ્ક થયુ
  • બાળકી અર્ચીના સાંભળવા અને બોલવામાં પરિવર્તન જોવા મળ્યું

બાળકોના આરોગ્ય સુખાકારી અને નિરામય સ્વાસ્થ્ય માટેના કલ્યાણકારી કાર્યક્રમોના અમલીકરણ માટે રાજ્ય સરકારનો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હર હંમેશાં તત્પર રહે છે. ત્યારે જરૂરિયાતમંદ બાળકોને પૂરતી સહાય અને સારવાર આપી અનેક બાળકોના પરિવારમાં ખુશાલી આવી છે.

એવા જ મહીસાગરના લુણાવાડા તાલુકાના સકલીયા ગામના નિલેશભાઈ પટેલ ખેતી કરીને જીવન ગુજરાન ચલાવે છે. તેમને પરીવારમાં એક દિકરો અને એક દિકરી છે દિકરી અર્ચીના જન્મ સમયે ઘરમાં ઘણોજ આનંદ હતો. પરંતુ જ્યારે એ જાણવા મળ્યુ કે, તેમની દિકરીને જન્મજાત બધિરતા છે. તે જાણી અમને ઘણુંજ દુઃખ થયું. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ દ્વારા આંગણવાડી તપાસ દરમ્યાન જન્મજાત બધિરતા માલુમ પડતા 2018માં ગાંધીનગર ખાતે રીફર કરવામાં આવી હતી. ત્યારે ત્યાંથી હિયરીંગ એડ્સ (સાંભળવાના સાધનો) આપવામાં આવ્યા હતા.

આર.બી.એસ.કે ટીમના ડૉ.દત્તુ રાવલ, ડૉ.કોમલ પ્રજાપતિ, ફાર્માસિસ્ટ સંજયભાઇ પ્રજાપતિ, ફિમેલ હેલ્થ વર્કર નુતન ખાંટ દ્વારા અર્ચીના આરોગ્યની તપાસ અર્થે ગૃહ મુલાકાત લેતા તેને ફરી રીફર કરવાની જરૂર જણાતા તજજ્ઞો દ્વારા કોકિલયર ઇમ્પ્લાન્ટ (શ્રવણ યંત્ર)નું ઓપરેશન કરવાની માટેની સલાહ આપતા 12 ફેબ્રુઆરી 2021ના રોજ સફળ ઓપરેશન કર્યા બાદ સ્પિચ થેરાપીના લેશન શરૂ કરવામાં આવ્યા હતા. તેને બોલતી જોઇ પરીવારના સભ્યોમાં હર્ષના આંસુ આવી ગયા હતા.

હાલમાં બાળકી અર્ચીના સાંભળવા અને બોલવામાં સારૂ પરીવર્તન જોવા મળ્યું છે. વધુમાં નિલેશભાઇ જણાવે છે કે, સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ચાલતા શાળા આરોગ્ય- રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત અમને લાભ મળ્યો છે. ખાનગી હોસ્પિટલમાં અંદાજે દસ લાખના ખર્ચે થતું ઓપરેશન કોઇપણ જાતના ખર્ચ વિના નિઃશુલ્ક થતા તેમજ આરોગ્યના કર્મચારીઓના સાથ અને સહકાર થકી આ આરોગ્ય સેવા મળી છે. અા કાર્યક્રમથી મારી દિકરીની આ જન્મજાત ખામી દૂર થતા તે સારુ જીવન જીવી શકશે.

અન્ય સમાચારો પણ છે...