લોકોમાં ખુશી:લુણાવાડામાં દિવાળી ટાણે ઠેરઠેર સાફ સફાઈ કરાવી પાલિકાના સભ્યોએ શ્રમયજ્ઞ આદર્યો

લુણાવાડા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડામાં દિવાળી ટાળે ઠેરઠેર સાફ સફાઈ કરાઇ - Divya Bhaskar
લુણાવાડામાં દિવાળી ટાળે ઠેરઠેર સાફ સફાઈ કરાઇ

લુણાવાડા નગરમાં નવ વર્ષ પછી ભાજપે સત્તાનું સુકાન સંભાળ્યા બાદ વિકાસની ગતિમાં વધારો જોવા મળ્યો છે. ત્યાંરે જીવનમાં યુવા અવસ્થાથી જ સામાજિક સેવા તેમજ માનવકલ્યાણના કર્મયજ્ઞના પગથિયાં લોકો વચ્ચે રહીને ચડતાં રહેવાની ખેવના અને ખુમારી તેમજ નાનામાં નાના વ્યકતિને મદદરૂપ થવાની ભાવના પાલિકા સભ્ય ચિંતન પટેલનામાં કેળવાતી રહી છે. એ વટવૃક્ષ થઈને આજે સારા કાર્યો સ્વરૂપે જનતાને આજે ખરા અર્થમાં ઉપયોગી થઇ રહી છે.

વર્ષોથી કોંગ્રેસન કુશાશનમાંથી મુક્ત થયેલ લુણાવાડા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાતા જ આ યુવા કોર્પોરેટર દ્વારા નગરજનોના પ્રશ્નો ત્વરિત ઉકેલ માટે યોજના બનાવીને યજ્ઞ શરુ કરવામાં આવ્યો છે. રાત્રી દરમ્યાન સાફ સફાઈ કાર્ય બાદ જે સમસ્યા હોય તેવા પ્રશ્નોનું ઝડપી સમાધાન થઈ રહ્યું છે. પાલિકા સભ્ય દ્વારા કરવામાં આવેલી આ પહેલ અન્ય સભ્યો દ્વારા પણ શરુ કરવામાં આવશે તો જે વર્ષો સુધી નથી થઇ શક્યું તે બધા જ કર્યો યોગ્ય દિશામાં વેગ મળી રહ્યો છે.

લુણાવાડા નગરમાં દિવાળી ટાણે ઠેરઠેર સાફ સફાઈ અને દવાનો છાંટકાવ થતો હોવાથી નગરના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પાલિકા સભ્ય ચિંતનભાઈ પટેલ દ્વારા જ્ઞાતિ પ્રત્યેનો અને ઉચ્ચ-નીચનો ભેદભાવ દૂર થાય એ આશ્રયથી સફાઈ કામદારો સાથે બેસી નાસ્તો કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...