તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:મહીસાગરમાં 3.80 લાખથી વધુ લોકોને કોરોના વિરોધી રસી અપાઇ

લુણાવાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોનાના સંક્રમણ સામે સુરક્ષા કવચ આપતું કોરોના રસીકરણ અભિયાન. - Divya Bhaskar
કોરોનાના સંક્રમણ સામે સુરક્ષા કવચ આપતું કોરોના રસીકરણ અભિયાન.
  • જિલ્લામાં સોથી વધુ લુણાવાડા તાલુકામાં 1,14,280 લોકોને કોરોના વિરોધી રસીનું કવચ
  • જિલ્લાના 271034 નાગરિકોને પ્રથમ તેમજ 109461 નાગરિકોને કોરોના રસીનો બીજો ડોઝ અપાયો છે

કોરોનાના સંક્રમણ સામે આરોગ્ય સુરક્ષા કવચ આપતું કોરોના રસીકરણ અભિયાન મહીસાગર જિલ્લામાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. જિલ્લા આરોગ્ય તંત્રે જિલ્લા કલેકટર આર. બી. બારડ અને જિલ્લા વિકાસ અધિકારી કે.ડી.લાખાણીના માર્ગદર્શન હેઠળ રસીકરણ અભિયાનને વેગવાન બનાવવા સઘન ઝુંબેશ હાથ ધરાઇ છે. જિલ્લામાં 19થી 44 વર્ષના નાગરિકોને કોરોના વિરોધી રસી આપવાની કામગીરી કાર્યરત છે.

જિલ્લામાં હેલ્થ કોરોના વોરિયર, ફ્રન્ટ લાઈન વોરિયર, 18થી 44 વર્ષ વયના તેમજ 45થી 59 અને 60 વર્ષથી વધુ ઉંમરના કુલ 3,80,495 નાગરિકોએ કોરોના વિરોધી રસીકરણનું આરોગ્ય સુરક્ષા કવચ મેળવ્યું છે. જેમાં લુણાવાડા તાલુકામાં 1,14,280, બાલાસિનોર તાલુકામાં 54427 , સંતરામપુર તાલુકામાં 94621, ખાનપુર તાલુકામાં 32066, કડાણા તાલુકામાં 47236 અને વિરપુર તાલુકામાં 37865 મળી જિલ્લાના કુલ 3,80,495 નાગરિકોએ કોરોના વિરોધી રસી લીધી છે. જેમાં 18થી 44 વર્ષની વયના 27712 નાગરિકોને કોરોના વિરોધી રસી અપાઇ છે. જિલ્લાના 271034 નાગરિકોને કોરોના વિરોધી રસીનો પ્રથમ તેમજ 109461 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે.

અન્ય સમાચારો પણ છે...