તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:મહીસાગર જિલ્લામાં 45 વર્ષથી વધુ ઉંમરના 32000થી વધુ લોકોને કોરોના વિરોધી રસી

લુણાવાડા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં 45 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોની સંખ્યા 1,84,080 છે

વૈશ્વિક મહામારી કોરોનાને એક વર્ષ કરતાં વધુ સમય થયો છે. ત્યારે આ મહામારીને પહોંચી વળવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રસીકરણ અભિયાન કાર્યરત કરાયું છે. કોરોના વોરિયર્સ, ફ્રન્ટલાઇન વર્કર, 60થી વધુ ઉંમરનાને કોરોના પ્રતિરોધક રસી આપ્યા બાદ 1 એપ્રિલથી 45થી વધુ ઉંમરના તમામ નાગરિકોને પણ કોરોના વિરોધી રસીકરણ હેઠળ આવરી લેવા હાથ ધરાયેલી ઝુંબેશના ભાગરૂપે રસીકરણની કામગીરી સમગ્ર મહીસાગર જિલ્લામાં આગળ ધપી રહી છે.

રસીકરણના પ્રારંભના દિવસથી જ 5 એપ્રિલ સુધીમાં જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના કુલ 32928 જેટલા નાગરિકોએ કોરોના વેક્સિનેશન કરાવતાં પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડી રહ્યો હોવાના અહેવાલો મળ્યા છે. કોરોનાની રસી માટે નાગરિકોમાં પણ હવે સ્‍વયંભૂ જાગૃતિ આવી હોવાનું જણાય છે. કલેક્ટરે અપીલ કરી હતી કે જિલ્લામાં 45થી વધુ ઉંમરના જેણે વેક્સિન લીધી હોય તેઓ તેમની આસપાસની 10 વ્યક્તિને સમજાવે અને બીજા 10ને વેક્સિન અપાવવા સહયોગ કરે જેથી વધુમાં વધુ વ્યક્તિઓ સમજે અને ખૂબ પ્રમાણમાં વેક્સિનેશન થાય અને કોરોના કાબૂમાં આવી શકે.

તાલુકા પ્રમાણે પ્રજાએ મૂકાવેલ રસી

તાલુકોવ્યક્તિઓ
લુણાવાડા7940
બાલાસિનોર4791
સંતરામપુર7453
ખાનપુર3982
કડાણા5011
વિરપુર3751

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો