ઉચાપત:મનરેગામાં ઉચાપત કેસમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ મુકાઇ

લુણાવાડા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લુણાવાડાની મનરેગા શાખામાં રૂા.45,37,694ની સરકારી નાણાંની ઉચાપત

મહિસાગર જિલ્લામાં લુણાવાડાની મનરેગા શાખામા કર્મચારીઓને વેપારીઓ શાંતાબેન સરદારલાલા નાથાચમાર, લક્ષ્મીનારાયણ સિમેન્ટના પ્રોપરાઈટર, હબીબ ટ્રેડીંગ શહેરા, નેશનલ ટ્રેડર્સ સંતરામપુર તથા હીરાભાઈ રેવાભાઈ પટેલે સાથે મળીને નાણાંકીય વર્ષ 2016-17, 2017-18, 2018-19માં મનરેગા યોજનાના ઓનલાઈન સોફ્ટવેરમાં ચેડાં કરી અમલીકરણ એજન્સી બદલી ખોટા માલસામાનના બિલોની એન્ટ્રી કરી ડિજિટલ સહીઓનો ઉપયોગ કરી રૂા.45,37,694ની સરકારી મનરેગાના નાણાંની ઉચાપત કરેલને આરોપી વેપારીઓ સિવાય અન્ય આરોપીઓ રાજ્ય સેવક તરીકેનો હોદ્દો ધરાવતા હોવા છતાં તેમની ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ મુજબનો ગુનો કરેલ છે.

આ લુણાવાડા પોલીસ મથકના ફ.ગુના રજી. નં. 1565/20.ઈપી કોડ કલમ. 408.409.420.120(b).તથા આઈટી એકટની કલમ 66(બી) તથા 66(ડી)મુજબનો ગુનો દાખલ કરાયેલને તપાસના અંતે આરોપીઓ ઉપર પોલીસે લુણાવાડા કોર્ટમાં ગુનાની ચાર્જ સીટ રજૂ કરેલ. સરકારી વકીલ ગોસાઈ દ્વારા અરજી કોર્ટમાં આપતાં. લુણાવાડાની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં હિયરીંગ થતાં કોર્ટે ફરિયાદ પક્ષે સરકારી વકીલ ગોસાઈ અને આરોપીઓના વકીલોની દલીલો સાંભળીને સરકારી વકીલની દલીલોને લઇ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમનો ઉમેરો કરવાનો હુકમ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ લુણાવાડાના જજ પી.સી. સોની દ્વારા કરાતા ક્રિમિનલ. પ્રો.કો.ની કલમ મુજબ ખાસ અદાલતમાં મોકલવાનો હુકમ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...