ભલામણ:માલવણ પ્રા.આરોગ્ય કન્દ્રના 7 સેન્ટરમાં ઔષધિય છોડ રોપ્યાં

લુણાવાડા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 7 હેલ્થ એન્જ વેલનેસ સેન્ટર પર 60 ઔષધિય છોડ રોપ્યાં
  • વિશ્વભરમાં ફેલાયેલી કોરાના મહામારીની સારવારમાં આયુર્વેદિક, હોમીયોપેથિક દવાના ઉપયોગ માટે ભલામણ

કોરોના મહામારીએ વિશ્વના દેશોને સંક્રમિત કર્યા છે. આરોગ્‍યક્ષેત્રે સમૃધ્‍ધ દેશો પણ કોરાનાના કહેરથી બચી શકયા નથી. ભારત દેશ પણ કોરોનાગ્રસ્‍ત બન્‍યો છે. ત્‍યારે અતિપ્રાચીન યુગથી ચાલી આવેલી આયુર્વેદિક ચિકિત્‍સા મહદઅંશે સફળ રહી છે. ભારતના આયુષ મંત્રાલયે પણ કોરાનાની સારવારમાં આયુર્વેદિક/ હોમીયોપેથિક દવાના ઉપયોગ માટે ભલામણ કરી છે. અને તેના સારા પરિણામો પણ મળી રહયા છે. કોરાના સામે રક્ષણ મેળવવા રોગપ્રતિકારક શકિત વધારવા માટે આયુર્વેદ ઔષધિ મહત્‍વનું બની રહયું છે.

03 છોડ દત્તક વૃક્ષ તરીકે આપવાનું પણ આયોજન
ત્યારે માલવણ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રના વિસ્‍તારના 7 હેલ્‍થ એન્‍ડ વેલનેસ સેનટર પર સરગવો, દાડમ, તુલસી વગેરે જેવા મળીને 60  જેટલા ઔષધિય છોડ રોપવામાં આવ્‍યા છે. તથા આ હેલ્‍થ એન્‍ડ વેલનેસ સેન્‍ટર પર વેજીટેબલ ગાર્ડન પણ બનાવવામાં આવ્‍યા છે. આ વેજીટેબલ ગાર્ડનમાં ઉગતા વિવિધ શાકભાજી સગર્ભા માતાઓને આપવામાં આવે છે જેનાથી આ સગર્ભા માતાઓની આરોગ્‍ય અને તંદુરસ્‍તી જળવાઇ રહે છે. આગામી સમયમાં માલવણ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રની 33 આશા બહેનો તથા ત્રણ ફેસીલીટેટર મળીને તમામને 03 છોડ દત્તક વૃક્ષ તરીકે આપવાનું પણ આયોજન કરવામાં આવેલું છે.

અન્ય સમાચારો પણ છે...