તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:મહીસાગરની અભયમ્ ટીમે ભૂલી પડેલી મહિલાની મદદ કરી

લુણાવાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્ય બસમાં બેસતાં તાપીના બદલે મહીસાગર આવી
  • મહિલાને લુણાવાડા આશ્રય ગૃહમાં મોકલી અપાઇ

મહીસાગર જિલ્લાની 181 અભયમ ટીમને ફોન પર માહિતી મળી કે તાપી જિલ્લાની યુવતિ ભુલથી અન્ય બસમા ચડી જવાથી ભૂલી પડેલ છે અને કડાણા તાલુકામાં રાઠડા ગામમાં અાવી ગઇ છે. 181 અભયમ ટીમ સ્થળ પર જઈ જે વ્યક્તિ એ ફોન કર્યો હતો તેમનું કાઉન્સેલિંગ કર્યું જે ઓએ જણાવેલ કે 35 વર્ષીય કુસુમબેન નામના બેન છે તે ભૂલા પડ્યા છે તેઓ તાપી જિલ્લાના છે અને તેમની સાસરી મહારાષ્ટ્રમાં છે તેમ જણાવ્યુ હતુ.

ત્યાર બાદ તે બેનનું કાઉન્સેલિંગ કર્યું તો જાણવા મળ્યું કે તેઓ બે અઠવાડિયાથી કામ માટે બહાર નીકળ્યા હતા અને તે વિધવા છે. અને તેમની પાસે તેમના મામાના છોકરાનો મોબાઇલ નંબર હતો. આથી તેમની સાથે 181ની ટિમ દ્વારા ફોન પર વાત કરી ડીટવાસ પોલીસ સ્ટેશનનું લખાણ લઈ લુણાવાડા આશ્રય ગૃહમાં તેમને આશ્રય અાપવામાં આવ્યો હતો. અને તેમના મામાના છોકરાને જાણ કરી કે તેઓ સુરક્ષિત સ્થળે છે. ટાઇમ મળે એટલે બેનને ઘરે લઈ જવા જણાવ્યું હતું. બેનના મામાના છોકરાએ 181ની અભયમ ટીમનો ખુબ ખુબ આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...