તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિલાપ:મહીસાગર સખી-વન સ્ટોપ સેન્ટરે મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યુ, મહિલા છેલ્લાં ત્રણ મહિનાથી પરિવારથી વિખુટી પડી ગઇ હતી

લુણાવાડા23 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહીસાગર સખી-વન સ્ટોપ સેન્ટર ખાતે તા.26ના રોજ રાત્રીના સમયે 181 અભયમ મહિલા હેલ્પ લાઇન ટીમ દ્વારા મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર પર મૂકવામાં આવેલ. મહિલાને શાંતિથી બેસાડી ત્યારબાદ પૂછપરછ કરેલ પરંતુ તે નામ, સરનામું બતાવતી ન હતી. ત્યારબાદ મહિલાને આશ્રય આપવામાં આવેલ. તથા મહિલાને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ચા નાસ્તો આપવામાં અાવ્યો હતો. પરંતુ મહિલા કઈ પણ બોલતી ન હતી. મહિલાનું વારંવાર કાઉન્સેલિંગ કરતાં મહિલાના ગામનું નામ વાંકડી સિવાય બીજું કઈ જણાવતી ન હતી. તેથી વાંકડી પોલીસ સ્ટેશનના જમાદારના સંપર્ક થી ગામના આગેવાનનો સંપર્ક થતાં.

આગેવાનોએ પરિવારને શોધી કાઢયો હતો. અને પીડિતના કુટુંબીજનોને તમામ વિગતો જણાવી. પીડીત મહિલાના પિતા તથા તેમના ભાઈ સાથે વાતચીત કરી હતી. અને જણાવ્યુ હતુ કે મહિલાના માતાનું મૃત્યુ ચાર દિવસ પહેલા જ થયેલ હોવાથી અને તેઓનું ગામ અંતરિયાળ વિસ્તારમાં હોવાથી પીડિતાને કોઇ લેવા આવે તેમ હતું નહીં. ત્યાર બાદ સખી વન સ્ટોપ સેન્ટર સ્ટાફ કેન્દ્ર સંચાલક અને મલ્ટીવર્કર સાથે ગામ-વાંકડી, વેણા ચોકડી, તા.સંતરામપુર વિસ્તારમાં મહિલાના વાલી પાસે થી તેમના પોતાના અને મહિલાના પુરાવાની તપાસ આધારે તેઓ જ મહિલાના વાલી છે. એની સાબિતી થતા મહિલાનું પરિવાર સાથે મિલાપ કરાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...