તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મહીસાગર ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ ઓનલાઇન ફ્રોડના ભોગ બન્યા

લુણાવડા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અયોધ્યાના શ્રી રામ મંદિર માટે 21 હજાર દાન કર્યા હતા
  • વેબસાઈટ નકલી હતી કે હેક કરી હતી તે તપાસનો વિષય

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના પ્રિન્સીપાલ ડીસ્ટીકટ એન્ડ સેશન્સ જજ હેમંતકુમાર અરવિંદરાય દવેની ઈચ્છા હતી કે તેઓ અયોધ્યા મુકામે નિર્માણ થઇ રહેલ શ્રી રામ મંદિરના બાંધકામ માટે દાન આપવા માટે તેમને વેબસાઈટ ઉપર સર્ચ કરીને https://shrirammandirtrust.com ઉપર દાન સ્વીકારવામાં આવતું હોવાથી વેબસાઈટ ખોલતા તેમને દાન વિવિધ રીતે ઓનલાઈન મોકલવાનું લખેલું જેથી હેમંતકુમાર દવેએ તેમની ઈચ્છા પ્રમાણે દાનની રકમ ફોન પે દ્વારા ક્યુઆર કોડ સ્કેન કરીને એસ.બી.આઈ કે.કે.નગર બ્રાંચ અમદાવાદના સેવિંગ એકાઉન્ટમાંથી રૂ.21000 ટ્રાન્સફર કર્યા ત્યારે payment of rs. 21000/- to BITTUKUMAR SUCCESSFUL એવું લખેલું આવ્યું હતું.

પરંતુ ત્યારબાદ તેની કોઈ પહોચ ન આવતા મેઈલ કરી પાવતી મંગાવતા ok i will check નો જવાબ આવ્યો હતો. ત્યારબાદ તેજ મેઈલ એડ્રેસ પરથી પૈસા મળી ગયાનો મેઈલ આવ્યો હતો. ત્યારબાદ ફરીથી તેજ મેઈલ એડ્રેસ પર દાનની પાવતી માંગતા તેમને અમુક માહિતી માંગી હતી તે માહિતી હેમંતકુમારે મોકલી હતી.

તેમ છતાં પાવતી નહી આવતા અને મેઈલનો કોઈ જવાબ ન આવતા વેબસાઈટ ઉપર આપેલ નંબર ઉપર ફોન કરતા તેમને આવી કોઈ રકમ મળી નથી. તમે કોઈ ફેક વેબસાઈટ પરથી દાનની રકમ મોકલાવી છે. અને તમારી સાથે ઓનલાઈન ફ્રોડ થયો છે. તેમ જણાવ્યું હતું. જેથી આ બાબતે હેમંતકુમાર દવેના પત્ની હેતલબેન હેમંતકુમાર દવે એ આ ઓનલાઈન ફ્રોડ કરવાવાળા અજાણ્યા ઇસમો સામે લુણાવાડા પોલીસ સ્ટેશને ગુન્હો નોંધાવ્યો હતો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...