તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની બીજી લહેર:મહીસાગર જિલ્લો કોરોનામુક્ત બન્યો છેલ્લા પંદર દિવસમાં એકપણ કેસ નહિ

લુણાવાડા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલ એક પણ કોરોના દર્દી સારવાર હેઠળ નથી

મહીસાગર જિલ્‍લામાં સતત પંદરમાં દિવસે એકપણ કેસ ન નોંધાતા મહીસાગર જિલ્‍લો કોરોનામુકત રહ્યો છે. જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 7491 કેસ પોઝિટિવ નોધાયા છે. જિલ્‍લામાં હાલ એકપણ દર્દી સારવાર હેઠળ નથી. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 7418 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.

જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 22 વ્યક્તિનું મૃત્યુ થયા છે. અન્ય કારણથી 51 દર્દીનું મૃત્યુ થતાં કુલ 73 મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનલ ફ્લૂ/ કોરોનાના કુલ 2,94,174 લોકોના રીપોર્ટ નેગેટીવ આવ્યાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. પ્રજાએ છેલ્લા 15 દિવસથી કોરોના સંક્રમણને અટકાવીને જિલ્લાને કોરોનામુકત બનાવવામાં સહયોગ આપ્યો છે. હવે જિલ્લો વેક્સિનયુકત બને તે માટે વહીવટીતંત્ર અપીલ કરી છે.

પંચમહાલમાં સતત 8મા દિવસે કોરોનાનો શૂન્ય કેસ
પંચમહાલ જિલ્લામાં સતત 8મા દિવસે કોરોનાનો એક પણ દર્દી મળી ન આવતાં જિલ્લામાં શૂન્ય કેસ નોંધાયા હતા. સોમવારે જિલ્લામાં કોરોનાનો કોઈ કેસ મળ્યો નથી. કુલ 9606 દર્દીઓ નોંધાયા છે, જે પૈકી 9418 દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. શહેરી વિસ્તારોમાં 5526 અને ગ્રામ્યમાં 4080 કેસ નોંધાયા છે. કોવિડથી 71 અને નોનકોવિડથી 119 દર્દીઓ મૃત્યુ થયા હતા. સોમવારે 3072 વ્યક્તિઓએ રસી મુકાવતા જિલ્લામાં કુલ રસીકરણ 445041 થયું હતું.

અન્ય સમાચારો પણ છે...