ચૂંટણી:મહીસાગર : 662 મથકો પર 1806 મત પેટીઓમાં બેલેટ પેપરથી મતદાન થશે

લુણાવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહીસાગરના મોવડીઓનું લોકોને મતદાન ના ચૂકવા આહ્વાન

મહીસાગર જિલ્લામાં 256 ગ્રામ પંચાયતોની ચૂંટણી આજે યોજાનાર છે જેને લઈ 662 મતદાન મથકો પર 1806 મત પેટીઓમાં બેલેટ પેપરથી 498794 મતદારો મતદાન કરશે ત્યારે એક એક વોટનું છે. ચૂંટણી એટલે લોકશાહીનું મહાપર્વ છે દરેક મતદારે ઉત્સાહપૂર્વક આ મહાપર્વની ઉજવણી કરવી જોઈએ મારા એક મતથી શું ફેર પડવાનો છે? એવું વિચારતા મતદારો અને મારો એક મત નહિ મળે તો શું ફેર પાડવાનો છે એવી બડાઈ મારતા ઉમેદવારો કેટલાક ઉદાહરણો મહત્વના છે.

જેથી મતદારોને મતદાન કરવા અને 100 ટકા મતદાન કરાવવા અપીલ કરવામાં આવી APMC લુણાવાડાના ચેરમેન ગોવિંદભાઇ પટેલે જણાવ્યું હતું કે એક વોટના કારણે અટલજીને સત્તા પક્ષમાં બેસવાના બદલે વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો હતો જેથી લોક સેવા માટે કામ કરી શકે તેવા જેવા ઉમેદરવાને મતદાન કરવા વિનંતી જ્યારે મહી જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ભૂમિરાજસિંહ સોલંકી જણાવ્યું હતું કે એક મત વધુ મળતાં હિટલર નાઝી પાર્ટીનો પ્રમુખ બન્યો હતો અને હિટલર યુગ બન્યો. જેથી દરેક મતદારોને મતદાન કરવા વિનંતી.

અન્ય સમાચારો પણ છે...