રસીકરણ:મહીસાગરે વેકસિનેશન અંતર્ગત બંને ડોઝની 105%ની સિદ્ધિ હાંસલ કરી, પ્રથમ ડોઝમાં રાજ્યમાં પ્રથમ 5મું સ્થાન મેળવ્યું

લુણાવાડા16 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહિસાગર જિલ્લામાં કોરોનાના રસીકરણ અભિયાન હતું. જેને સફળ બનાવવા આરોગ્ય અધિકારીની રાહબરી હેઠળ જિલ્લા આરોગ્ય તંત્રના કર્મયોગીઓએ વેકિસનેશનની કામગીરીને વેગવંતી બનાવી હતી.આ અંગેની વિગતો આપતાં ડીડીઓએ જણાવ્યું કે, મહીસાગરમાં 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકો જે જેઓએ રસીનો પ્રથમ ડોઝ મૂકાવ્યો હતો.

તેવા 8,15,904 નાગરિકોને સમયસર બીજો ડોઝ મૂકીને બંને ડોઝથી કોરોના સામે રક્ષિત કરવાના હતા. તેની સામે 8,51,648 નાગરિકોને બીજો ડોઝ આપીને 105 ટકા સિદ્ધિ હાંસલ કરીને અારોગ્ય કર્મીઅો સહિત રસીકરણમાં ભાગ લેનાર તમામને અભિનંદન પાઠવ્યા છે. સમગ્ર રાજયમાં વેકસિનેશનની કામગીરીમાં જિલ્લામાં પ્રથમ ડોઝ પૂર્ણ કરવામાં સમગ્ર રાજયમાં પ્રથમ પાંચમા સ્થાન હાંસલ કર્યું હતું.હાલ જિલ્લાના 15 થી 18 વર્ષના 66,932 કિશોર-કિશોરીઓને રસી આપીને રક્ષિતના લક્ષ‍યાંક સામે તા. 4થી સુધીમાં 23352 કિશોર-કિશોરીઓએ રસી મૂકાવી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...