તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગ:મહીસાગરમાં મા કાર્ડની કામગીરી 15 દિવસથી બંધ રહેતાં લોકોને ભારે હાલાકી

લુણાવાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કામગીરી શરૂ કરવા માટે લોકોની માગ

માહિસાગર જિલ્લાના 6 તાલુકાઓમાં માં અમૃતમ કાર્ડ અને જૂના કાર્ડ રીન્યુ કરવાની તેમજ કઢાવવાની કામગીરી છેલ્લા પંદર દિવસથી બંધ કરી દેવામાં આવતાં તાલુકાની પ્રજાને પારાવાર હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. છેલ્લા પંદર દિવસથી નવા માં અમૃતમ કાર્ડ અને જુનાને રીન્યુ કરવાની કામગીરી અટકી પડી છે. જાણવા મળ્યું છે કે સરકાર દ્વારા કાર્ડ કાઢી આપનાર એજન્સી રદ કરતાં એકા એક નોકરી રાખેલ માણસોને છુટા કરી દેવામાં આવ્યા છે. અને તાલુકા આરોગ્ય કેન્દ્રને કાર્ડ કાઢવાની જવાબદારી સોંપવામાં આવશે.

માં કાર્ડ કાઢવાની કામગીરીમાં ફેરફાર કરવાને પગલે જિલ્લાના હજારો ગરીબ તેમજ માધ્યમ વર્ગીય પરિવારોની હાલત ભારે કફોડી થઈ ગઈ છે. અને ગંભીર બીમારીથી પીડાતાં દર્દીઓ આ કાર્ડ થકી સારવાર કરાવતા હોય છે. અને નવા કાર્ડની કામગીરી હાલ પંદર દિવસથી સદંતર બંધ છે. ગ્રામ્ય કક્ષાની પ્રજા સમગ્ર બાબતથી અને આરોગ્ય વિભાગના આ નિર્ણયથી અજાણ હોય છે. જેથી ગામડાઓમાંથી તાલુકા સુધી કાર્ડ કઢાવવા માટે ધરમધક્કા ખાવાનો વારો આવ્યો છે. જેથી પ્રજાની માગણી છે કે વહેલી તકે માં અમૃતમ કાર્ડની કામગીરી શરૂ કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...