તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોલ્ડ વેવ:લુણાવાડા તાલુકો 9 ડિગ્રી તાપમાનમાં ધ્રૂજ્યું

લુણાવાડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહીસાગર જિલ્લામાં તાપમાનનો પારો સડસડાટ ગગડી રહ્યો છે. મંગળવારે લુણાવાડા નગરનું લઘુતમ તાપમાન 9 ડીગ્રી નોંધાયું હતું. જે સિઝનનું સૌથી નીચું તાપમાન છે. આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર યથાવત રહે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે હિમાલય વિસ્તારમાં ભારે હિમવર્ષોના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર ગુજરાતની સાથે સાથે લુણાવાડા તાલુકામાં પણ ઠંડી જોર પકડી રહ્યું છે. માત્ર બે દિવસમાં ઠંડીનો પારો ત્રણ ડીગ્રી જેટલો નીચો ગગડ્યો છે. બે દિવસ પહેલા લુણાવાડાનું લઘુતમ તાપમાન 12 ડીગ્રી હતું જે આજે ત્રણ ડીગ્રી ઘટીને 9 ડીગ્રી નોંધાયું છે. જ્યારે મહત્તમ તાપમાન 23 ડીગ્રી નોંધાયું હતું. ઠંડીના કારણે લોકોને ગરમ કપડા પહેરવા ફરજિયાત બન્યા છે. મોડીસાંજે અને સવારે રસ્તાઓ પણ સુમસામ બની ગયા છે. બપોરના સમયે પણ લોકોને ગરમ કપડા પહેરવા પડે તેવી સ્થિતિ છે. તાલુકા વાસીઓ ફુલગુલાબી ઠંડીનો આહેસાસ કરી રહ્યા છે. અત્યાર સુધીની સિઝનની આ સૌથી વધું ઠંડી નોંધાઈ છે. જેથી ઠંડીથી બચવા લોકોએ તાપણા કરવાની ફરજ પડી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો