તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:લુણાવાડા પોલીસે 2 ગૌવંશ સાથે 2 શખસને ઝડપી પાડ્યા

લુણાવાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્ય ચાર વ્યક્તિ પોલીસ જોઇને નાસી ગઇ

લુણાવાડા પીઆઇ આર.ડી.ભરવાડ તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. ત્યારે બાતમી મળી કે લુણાવાડા શાકામેદાનની પાછળ આવેલ ઝાડી ઝાખરામાં લુણાવાડા પો.સ્ટેમાં અગાઉ ગૌવંશ કતલ કરવાના કેસમાં પકડાયેલી વ્યક્તિઓ એક ગાય તથા બળદને કતલ કરવા કતલના સાધનો સાથે ગાય તથા બળદને ટૂંકા દોરડાથી ક્રૂરતા પૂર્વક બાંધી ખેંચતા ખેંચતા લઇ ઝાડી ઝાંખરા તરફ નીકળેલ છે.

બાતમી વાળી જગ્યાએ જતા કુલ 6 વ્યક્તિઓ એક ગાય તથા એક બળદને કતલ કરવા લઇ જતા જણાયેલ. જેમાંથી ચાર પોલીસને જોઇ નાસી ગયા હતા અને બેને પોલીસે એક ગાય તથા એક બળદ કિંમત રૂા.22,000 તથા કતલ કરવાના સાધનો લાકડાનો ગદ્દુો, લોખડંનો છરો, કુહાડી તથા માસ મટન ભરવાના મીણીયા થેલા તથા મોબાઇલ મળી કુલ 32,400 સાથે પકડી લીધા હતા. ગાય-બળદને છોડાવી ગોધરા પાંજરાપોળ ખાતે મોકલવા કાર્યવાહી હાથ ધરી છે. તથા પકડાયેલ તમામ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...