ભાસ્કર વિશેષ:લુણાવાડા પાલિકાના કોંગ્રેસના ચાર કોર્પોરેટરોના ટેકાથી 9 વર્ષ પછી પાલિકા પ્રમુખ ભાજપના બન્યા

લુણાવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 વર્ષમાં 7 પ્રમુખોએ ચાર્જ સંભાળ્યા બાદ 8મા પ્રમુખ ભાજપના બન્યા

લુણાવાડા પાલિકામાં ભાજપ અને કોંગ્રેસના ટેકાથી બ્રિન્દાબેન શુકલ પ્રમુખ બન્યા હતા. ત્યારબાદ ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા બ્રિન્દાબેન શુકલ સામે અવિશ્વાસની દરખાસ્ત આવી હતી.

ત્યાર બાદ ધારાસભ્ય જીજ્ઞેશ સેવક તથા શહેર પ્રમુખ મનુભાઈ પટેલના યથાર્થ પ્રયત્નો બાદ આજે પાલિકાના પ્રમુખની ચૂંટણી યોજાતાં કોંગ્રેસન 15 ભાજપના 10 અને અપક્ષના 2 એમ કુલ મળી 27 કોર્પોરેટરોમાં માંથી કોંગ્રેસના જીજ્ઞેશભાઇ પંડ્યા, ચેતના જોશી, પ્રેક્ષાબેન શાહ અને રશિદાબેન દાવલ એમ ચાર કોર્પોરેટરો દ્વારા મતદારો સાથે વિશ્વાસઘાત કરી પક્ષપલટો કરતા તથા અપક્ષના બે ઉમેટવારો મળી ભાજપના ભાવનાબેન મહેતાને 16 વોટ મળતા પ્રમુખ બન્યા હતા. ચૂંટાયેલા કોર્પોરેટરો દ્વારા વારંવાર પક્ષ પલટો કરતા આજે લુણાવાડા નગરપાલિકામાં 8 પ્રમુખ તરીકે ભાવનાબેન મહેતા ચૂંટાયા હતા.

સંસ્થાઓ અને નીજી સ્વાર્થ માટે પક્ષ પલટો કર્યો
લુણાવાડા કોંગ્રેસનો ગઢ છે અમારી જોડે 15 સભ્યો હતા.એમાં ત્રણ સભ્યો પક્ષ છોડી ભાજપમાં ગયા છે. કેટલાક સભ્યોને ધાકધમકી તો કેટલાક ને પોતાની સંસ્થાઓ અને નીજી સ્વાર્થ માટે પક્ષ પલટો કર્યો છે. તેમને પક્ષમાંથી ખરેજ કરશે -સુરેશભાઈ પટેલ, લુણાવાડા કોંગ્રેસ શહેર પ્રમુખ

4 વર્ષામાં 8 પ્રમુખોએ ચાર્જ લીધો
- તારીખ 26-6-2018 થી 26-6-2020 જયેંદ્રસિંહ સોલાકી
- 21-06-2020 થી 28-07-2020 ઉપપ્રમુખ ઈદ્રિશ સુરતી જોડે ચાર્જ રહ્યો
- 29-07-2020 થી25-08-2020 જયેંદ્રસિંહ સોલંકી
- 26-06-2020 થી 26-04-2021 સુધી બ્રિનદાબેન શુકલે ચાર્જ સાંભળ્યો
- 27-05-2021 થી 4-07-2021 સુધી ઉપપ્રમુખ મીનાબેન પંડ્યા સુધી ચાર્જ સાંભળ્યો
- 05-07-2022 થી બ્રિનદાબેન શુકલ દ્વારા પાછો ચાર્જ સાંભળવામાં આવ્યો છે
- 04-11-2022 થી ઉપપ્રમુખ મીનાબેન પંડ્યા એ ચાર્જ સંભાળ્યો
​​​​​​- 21-11-2022 ના રોજ ભાવનાબેન મહેતા ભાજપમાંથી પ્રમુખ બન્યા

અન્ય સમાચારો પણ છે...