સફળ સારવાર:લુણાવાડાના ઓર્થોપેડિક તબીબે સફળતાપૂર્વક સૌથી જટિલ ગણાતું પેલ્વિક ફ્રેક્ચરનું ઑપરેશન કર્યું

લુણાવાડા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
લુણાવાડામાં પેલ્વિક ફેક્ચરનુ સફળતા પૂર્વક ઑપરેશન કર્યું - Divya Bhaskar
લુણાવાડામાં પેલ્વિક ફેક્ચરનુ સફળતા પૂર્વક ઑપરેશન કર્યું
  • સાંઇ હોસ્પિટલના ડૉ.સોહમ પટેલે લુણાવાડામાં તબીબી સેવા આપી વતનનું ઋણ ચૂકવી રહ્યા છે
  • આવા જટિલ ઓપરેશન માટે અમદાવાદ અને વડોદરા જવું પડે છે

કાળીબેલ ગામનાં વતની જેઓ ને નાનપણથી જ વતન પ્રત્યેની અથાગ લાંગણી તેમજ ગામના વિકાસની સતત જંખના સાથે તેઓ એ નાનપણથી જ ડોકટર બની વતનની સેવા કરવાની નેમ ઉઠાવી હતી. 5 વર્ષ નો બહોળો અનુભવ ધરાવનાર ડો.સોહમ પટેલ જેઓ દ્વારા સોલા સિવિલ, મેડિકલ કોલેજ નડિયાદ, ગોધરા સિવિલમા 5000 જેટલા સફળ ઓપેશન કરવામાં આવેલ. વિશેષમા તેમણે સાંધા બદલવાની તાલીમ જર્મની માથી લીધેલ છે.

અંતે તેમણે પોતાના વતનની ચાહના સાથે વતનમાં રહેતાં ગરીબોની સેવા કરવા માટે પોતાનાં વતનથી 15 કિલો મીટર દૂર લુણાવાડા ખાતે સાંઈ ઓર્થોપેડીક હોસ્પિટલ બનાવી પોતાના વતનના દર્દીઓની સેવા કરવાની મોહિમ ઉઠાવી અને માત્ર એક જ મહીના નાં ટૂંકા ગાળામાં જટીલમાં જટીલ ઑપરેશન કરી નાનકડા ગામામાં કરી દર્દીઓનાં જીવ બચાવ્યા છે.

હાલમાં જ લુણાવાડા તાલુકાનાં 2 વર્ષીય જયેશભાઈ પટેલ ઝાડ પર ચઢવા જતાં તેઓને 4 જટિલ ફ્રેક્ચર થયેલ હતાં તેમા કાંડાનું, ભુજાના હાડકાનુ, અને કમરનુ પેલ્વિક ફ્રેક્ચર જોવા મળ્યા હતાં. જેનું ઓપરેશન ડૉ.સોહમ પટેલ દ્વારા લુણાવાડામા જ સફળ રીતે પાર પાડ્યું હતું. આવું જટિલ ઓપરેશન કરાવવા માટે સામાન્ય રીતે અમદાવાદ કે વડોદરા જવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...