કાર્યવાહી:લુણાવાડા ચીફ જ્યુ. કોર્ટે મનરેગા કૌભાંડમાં ભ્રષ્ટાચાર નિવારણની કલમનો ઉમેરો કર્યો

લુણાવાડા17 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહીસાગરના ચાર તાલુકામાં મનરેગાના કામો ફરી રીઓપન કરીને ડીઝીટલ સીગ્નેચર બદલીને અન્ય ડીજીટલ સીંગ્નેચરોનો ઉપયોગ કરી ગેરકાયદે સરકારી મનરેગાના નાણાં ખોટી રીતે મળતીયાના ખાતામાં ઓનલાઈન નાણાં જમાં કરી કરાવીને ગેરરીતિઓ આચરીને નાણાંકિય ઉચાપત સંદર્ભમાં પોલીસ ફરિયાદો થઈ હતી.

આચરાયેલ આ નાણાંકિય ઉચાપત સંદર્ભે લુણાવાડા મનરેગા શાખામાં થયેલ ઉચાપત સંદર્ભમાં લુણાવાડા પોલીસ મથકમાં દાખલ થયેલ ગુના ની ચાર્જશીટ લુણાવાડા કોર્ટમાં રજુ થતાં આ કેસમાં સરકારી વકીલ યોગેશ એસ ગોસાઈને કેસ ચાલવા પર આવતાં દરમ્યાન ધ્યાને આવેલ કે આ ગુનામાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988ની જોગવાઈ હેઠળનો ગુનો બનતો હોવાથી સરકારી વકીલે મનરેગા શાખામાંની નાણાંકિય ઉચાપત સંદર્ભમાં લુણાવાડા પોલીસ મથકમાં દાખલ થયેલ ગુનામાં કોર્ટમાં રજુ થયેલ ચાર્જશીટમાં આ ગુનામાં ભ્રષ્ટચાર નિવારણ અધિનિયમ ની કલમ 13(1)(ડી) નો ઉમેરો કરવા માટેની અરજી આપેલી.

જે આ અરજી ના ટેકામાં સરકારી વકીલ ગોસાઈ એ કાયદાની જોગવાઈ ઓ તેમજ સરકારનું નોટીફીકેશન અને નામદાર સુપ્રીમ કોર્ટને નામદાર ગુજરાત હાઈકોટઁના ચુકાદાઓ રજુ કરીને ધારદાર રજુઆતો કરતાં. સરકારી વકીલ ગોસાઈની દલીલો ધ્યાને લઈ ને ગ્રાહય રાખીને લુણાવાડાના ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ પી.સી.સોની એ મનરેગા યોજનામાં થયેલ નાણાકીય ગેરરીતિના કેસમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ની કલમનો ઉમેરો કરવાનો મહત્વનો ચુકાદો આપ્યો આપતા હોવી આ કેસ હોવે સ્પેશ્યલ ACB કોર્ટમાં ચાલશે.

અન્ય સમાચારો પણ છે...