કાર્યવાહી:2 લાખના દારૂના જથ્થા સાથે 3 વ્યક્તિને LCBએ ઝડપી લીધી

લુણાવાડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એલસીબીએ કુલ રૂા.5,31,060નો મુદ્દામાલ જપ્ત કર્યો

મહીસાગર જીલ્લા પોલીસ વડા રાકેશ બારોટ દ્વારા વિદેશી દારુની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે અને વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી કાયદેસરની કડક કાર્યવાહી કરવા સુચના અપાતા LCBના માણસો લુણાવાડા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન PSI એમ.કે.માલવિયાને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની જાયલો ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ઝાલોદથી નીકળી લુણાવાડા કોટેજ ચાર રસ્તા થઇ આણંદ તરફ જઇ રહી છે.

બાતમીના આધારે કોટેજ ચોકડી ઉપર નાકાબંધી કરી તે દરમ્યાન બાતમી વાળી ગાડી નીકળતા LCBના માણસોએ ગાડી રોકી ગાડીમાં તપાસ કરતા ત્રણ ઇસમો બેસેલ હતા જેમાં આકાશકુમાર વિનોદભાઇ કઠેરીયા રહે આણંદ, રેનીશભાઇ મગનભાઇ પરમાર રહે નાનસલાઇ, જી.દાહોદ તથા રૂતીક રમેશભાઇ કટારા રહે ટીમાસી, જી.દાહોદના હોવાનુ જણાવ્યુ હતુ. ગાડીની અંદર તપાસ કરતા વચ્ચેની શીટ તથા પાછળની શીટ તથા આગળના ભાગમાં જોતા ભારતીય બનાવટની વ્હીસ્કી દારૂ ની બોટલો 312 મળી આવેલ તથા ગાડી તથા આરોપીઓની અંગઝડતી કરી મોબાઇલ 3 તથા રોકડા મળી કુલ રૂ.5.31.060ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. અને લુણાવાડા પો સ્ટે ખાતે પકડાયેલ ત્રણ વ્યક્તિ સામે પ્રોહી એક્ટ મુજબ ગુન્હો નોધી આગળની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...