તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:કડાણાના BJP પ્રમુખની ઓડિયો વાયરલ કરનાર વિરુદ્ધ ફરિયાદ; સામાજિક-રાજકીય પ્રતિષ્ઠા ખરડાઈ : તાલુકા ભાજપા પ્રમુખ

દિવડા કોલોની22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઓડિયોમાં રૂપિયા લીધા હોવાના આક્ષેપો કરાયા

કડાણા તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા 10 લાખ લીધા હોવાના આક્ષેપો સાથે આડિયો વાયરલ કરનાર અશોકભાઈ ડામોર વિરુધ્ધ કડાણા પોલીસ મથકમાં અરજી નોંધાતા તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં રાજકીય માહોલ ગરમાયો હતો. ઝાલાસાગ સીટ ઉપર ઉમેદવારને ટિકિટ આપવામાં પ્રમુખે 10 લાખ લીધા હોવાનો ઓડિયો સોશિયલ મીડિયા વાયરલ કરવામા આવ્યો હતો.

મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના ભાજપ પ્રમુખ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે ટિકિટ ફાળવણીમાં ઉમેદવાર પાસે 10 લાખ રૂપિયા લીધા હોવાના આક્ષેપોનો ઓડિયો સોશિયલ મીડિયામા વાયરલ થતા ભાજપ પ્રમુખ સામે શંકા કુશંકાના પ્રશ્નો ઉભા થવા પામ્યા હતા. ત્યારે જીલ્લા અને તાલુકા પંચાયત ચુંટણી સમયે ભાજપ પ્રમુખ દ્વારા લાખ્ખો રૂપિયા લઇ ટિકિટ ફાળવણી કરવામાં આવી હોવાની વાત વાયુવેગે ફેલાતા તાલુકામાં ચુંટણી ટાણે રાજકીય માહોલ ગરમાતો જોવા મળ્યો હતો.

આ બાબતથી પોતાની સામાજીક અને રાજકીય પ્રતિષ્ઠા ખરડાઈ હોવાનુ પ્રતીતિ થતા કડાણા તાલુકાના ભાજપ પ્રમુખ અંબાલાલ પટેલ દ્વારા ઝાલાસાગ સીટ ઉપર ભાજપમા ટિકિટ માગનાર ઉમેદવાર અશોકભાઈ ચંદુભાઈ ડામોરે પ્રમુખ દ્વારા 10 લાખ રૂપિયા લીધા હોવાના આક્ષેપો સાથે ભાજપ પ્રમુખ અંબાલાલ પટેલને બદનામ કરવાના બદઈરાદે ઓડિયો સોશિયલ મીડિયા મુકવામાં આવ્યો તેમજ અશોકભાઈ દ્વારા ટિકિટ મેળવવા માટે વારંવાર ફોન કરી માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવતા હતા. અને ફોન ઉપર થયેલી ચર્ચાને સોશિયલ મીડિયામા ખોટી રીતે રજૂ કરવામાં આવી હતી. જેને લઇ પ્રમુખ અંબાલાલ પટેલ દ્વારા વાયરલ આડિયો અંગેની સત્યતા સ્પષ્ટ કરી અશોકભાઈ ડામોર વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અંગે કડાણા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો