સમસ્યા:મોડેલ સ્કૂલના 400 વિદ્યાર્થીઓ સામે અપૂરતા શિક્ષકો

દિવડાકોલોનીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવડાકોલોનીની સ્કૂલના પ્રાયમરીમાં વિભાગમાં અેક પણ કાયમી શિક્ષક ન હોઇ વિદ્યાર્થીઅોના શિક્ષણ થઇ રહેલી અસર
  • અદ્યતન સુવિધાઓથી સજ્જ આ નવીન સંકુલ ઓગસ્ટ 2021માં મુખ્યમંત્રીના હસ્તે ઈ લોકાર્પણ કરાયું હતું

મહીસાગર જીલ્લાના કડાણા તાલુકામાં દીવડાકોલોની ખાતે ગુજરાત સરકાર રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન હેઠળ આવેલ મોડેલ શાળાનું નવીન બિલ્ડીંગ વર્ષ 2014માં મંજુર થયા બાદ અદ્યતન સુવિધાઓથી સજ્જ આ નવીન સંકુલ ઓગસ્ટ 2021માં મુખ્યમંત્રીના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ત્યારે આ શાળામાં હાલ અભ્યાસ કરતા 400 જેટલા બાળકોને શિક્ષકોની અછતના કારણે શિક્ષણ પર અસર પડી રહી છે. શાળામાં ધોરણ 6 થી 12 સુધીનો અભ્યાસ થાય છે. ત્યારે સોથી આશ્ચર્યજનક વાત એ છે કે રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે શરૂ કરવામાં આવેલી આ સ્કુલમાં પ્રાયમરી વિભાગમાં શિક્ષકોનું મહેકમ 3 શિક્ષકોનું છે. તેમ છતાં પણ આજ સુધી સ્કુલમાં કાયમી ધોરણે પ્રાયમરી વિભાગમાં એક પણ શિક્ષકની નિમણુંક નહીં થતાં આ બાળકોના શિક્ષણ ભવિષ્યનું શું? આ એક મોટો સવાલ બાળકો અને વાલીઓમા જોવા મળી રહ્યો છે. જ્યારે સ્કુલમાં પ્રાયમરી વિભાગમાં અંદાજે 86 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે માધ્યમિક વિભાગમાં પણ બે શિક્ષકની જગ્યા ખાલી છે. અંગ્રેજી વિષયના શિક્ષકની જગ્યા પણ લાંબા સમય થી ભરાયેલ નથી. જયારે ધો.11, 12માં પણ મનોવૈજ્ઞાનિક તેમજ તત્વજ્ઞાનના વિષયના શિક્ષકની જગ્યા ખાલી છે. બીજી તરફ આ શાળામાં આચાર્ય. ક્લાર્ક. તેમજ કોમ્પ્યુટર ટીચર્સની જગ્યા પણ મંજુર થયેલ છે.

પરંતુ શાળા શરૂ થઈ ત્યાર થી આ જગ્યાઓ ભરાઈ નથી. ત્યારે રાજ્ય સરકાર તેમજ શિક્ષણ વિભાગ દ્વારા સક્રિયતા દાખવી દિવડા કોલોની મોડેલ સ્કુલની આ ઊણપો દુર કરીને વાસ્તવમાં આ સ્કુલને મોડેલ સ્કુલ બનાવવાની સરકારની યોજના પુર્ણ થાય અને મહેકમ મુજબ નો શૈક્ષણિક સ્ટાફ નિમણૂંક કરવામાં આવે જેથી બાળકોને યોગ્ય શિક્ષણ અને પુરતી સુવિધાઓ મળી રહે તેવી આશા વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મંત્રી કુબેરભાઈ દ્વારા નિર્ણય લેવાય તે જરૂરી
કડાણા તાલુકાના ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર હાલ રાજ્ય કક્ષાના ઉચ્ચ શિક્ષણ મંત્રી છે. ત્યારે તેમના તાલુકાના આદિવાસી બાળકોને પુરતા અભ્યાસ માટે વેખલા મારવા પડે તેવી સ્થિતિનું નિર્માણ કડાણા તાલુકામા જોવા મળી રહ્યું છે. ત્યારે આ બાબતે મંત્રી કુબેરભાઈ દ્વારા ત્વરિત નિર્ણય લેવાની જરૂરિયાત હોય જેથી બાળકોના ઉજ્જવળ ભવિષ્યનું યોગ્ય આયોજન થાય તેવી પણ માંગ ઉઠવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...