તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના વાયરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. ત્યારે મહીસાગર જિલ્લા કલેક્ટર આર. બી. બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરાઇ રહ્યા છે. તેમ છતા મહિસાગરમાં કોરોના કાબૂમાં ન આવતા જિલ્લવાસીઓમાં ફફડાટ વ્યાપ્યો હતો. એક બાજુ સરકાર સંક્રમણના નિયંત્રણ માટે અનેક પ્રયાસો કરી રહી છે. તો બીજી બાજુ કોરોનાના ખૂબ ઓછા ટેસ્ટ લેવાતા હોવાની બૂમો સાંભળવા મળી છે. સરકારે જાહેર કરેલ અને સંક્રમિત થયેલ દર્દીઓના આંકડાઓમાં રોજેરોજ વિસંગતતા જેવા મળે છે.
શુક્રવારે પણ જિલ્લામાં કોરોનાના 38 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમા બાલાસિનોર તાલુકાની 2 સ્ત્રી, 5 પુરૂષ, કડાણા તાલુકાની 3 સ્ત્રી, 6 પુરૂષ, ખાનપુર તાલુકાની 3 સ્ત્રી, 1 પુરૂષ, લુણાવાડા તાલુકાની 1 સ્ત્રી, 2 પુરૂષ, સંતરામપુર તાલુકાની 3 સ્ત્રી, 7 પુરૂષ, વિરપુર તાલુકાની 1 સ્ત્રી, 4 પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 2451 કેસ નોધાયા છે. જિલ્લામાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી બાલાસિનોર તાલુકાના 1 પુરૂષ, લુણાવાડા તાલુકાની 2 સ્ત્રી, 4 પુરૂષ, સંતરામપુર તાલુકાના 1 પુરૂષ દર્દીએ કોરોનાને મ્હાત આપતાં તેમને શુક્રવારે રજા આપવામાં આવતા કુલ 2201 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.
જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 9 વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી 39 દર્દીનું મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 48 મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનલ ફ્લૂ/ કોરોનાના કુલ 1,47,988 લોકોના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના 78 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. કોરોના પોઝિટિવ આવેલ દર્દીઓ પૈકી 178 દર્દીઓ સ્ટેબલ અને 20 દર્દીઓ ઓક્સિજન પર અને 4 વેન્ટીલેટર પર છે.
વિરપુરમાં કોરોનાના 9 કેસ સાથે કુલ 264
મહિસાગર જીલ્લામા હવે કોરોનાનો ગ્રાફ ધીમે ધીમે ઉંચો જઈ રહ્યો છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં વિરપુર તાલુકામાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામા બ્લાસ્ટ થયો હોય તેમ એક સાથે ૯ પોઝિટીવ કેસ નોંધાતા સ્થાનિક તંત્રમાં ખળભળાટ મચી ગયો છે વિરપુર તાલુકામાં અત્યાર સુધીમાં કુલ ૨૬૪ લોકોને સંક્રમણ થયું છે જેમાં અત્યારસુધીમાં 4 લોકોએ કોરોના કારણે સારવાર દરમ્યાન જીવ ગુમાવ્યો છે
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.