બીજી લહેર બાળકો માટે ઘાતક:વિરપુર તાલુકામાં 87 દિવસમાં 85 બાળકો કોરોના સંક્રમિત થયા

વિરપુર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમારો હેતુ તમને ડરાવવાનો નથી પરંતુ સાવધાન કરવાનો છે જેથી કરીને બાળકોને કોરોના સંક્રમણથી બચાવી શકાય કોરોનાની આ લહેર બાળકો માટે સૌથી વધુ ખતરનાક છે મહિસાગર જીલ્લામા બાળકોમાં કોરોના સંક્રમણ જાેવા મળ્યું છે. વિરપુર તાલુકામાં પ્રથમ તથા બીજી લહેરમાં મળીને કુલ 90 જેટલા બાળકો સંક્રમિત થયા છે.

તાલુકામાં સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ધટાડો જોવા મળ્યો છે. પરંતુ બાળકોમાં સંક્રમણ વધતા ચિંતાનો વિષય બન્યો છે. તાલુકામાં એક પણ બાળકે કોરોનાથી જીવ ગુમાવ્યો નથી. તાલુકામાં ગત વર્ષથી 29 અોગષ્ટ 20થી સંક્રમિત 1 બાળકનો‌ કેસ પોઝિટિવ નોંધાયો હતો. તાલુકામાં 18 વર્ષથી નીચેના બાળકોમાં માર્ચમાં 4, એપ્રિલમાં 56 તથા મેમાં 25 મળી 85 બાળકો ઝપેટમાં આવ્યા હતા. ગત વર્ષમાં ઓગસ્ટમાં 2, સપ્ટેમ્બરમાં 2 અને ડીસેમ્બરમાં 1 મળીને 5 કેસ નોંધાયા હતા.

બાળકોમાં સામાન્ય લક્ષણો જોવા મળ્યા હતા
2 માસમાં બાળકો સંક્રમિત જોવા મળ્યા છે ચાલુ વર્ષમાં 85 જેટલા બાળકો કોરોના સંક્રમિત થયા છે જેમાં બાળકોને શરદી,ઉધરસ,તાવ જેવાં સામાન્ય લક્ષણો જોવા મળ્યા હતા ગયા વર્ષમાં 5 બાળકો સંક્રમિત થયા હતા તો ચાલુ વર્ષમાં 85 જેટલા બાળકો સંક્રમિત થયા છે પણ હાલ છેલ્લા 10 દિવસથી તાલુકામાં સંક્રમિત વ્યક્તિઓની સંખ્યામાં ઘટાડો થયો છે જે તાલુકા માટે સારા સમાચાર છે.>બી જે માલીવાડ, THO, વિરપુર

3 માસમાં બાળકોના સંક્રમિત 85 કેસ
તાલુકામાં માર્ચમાં 4, એપ્રિલ 56 , મે 25 આમ છેલ્લા 3 માસમાં 85 બાળકો સંક્રમણ જોવા મળ્યું હતું. જેમા 0થી 5 વર્ષના બાળકો - 35, 6થી 12 વર્ષના 22, 12થી 17 વર્ષના - 33 મળી કુલ - 90 બાળકો કોરોના સંક્રમિત થયા.

અન્ય સમાચારો પણ છે...