તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:વિરપુરમાં 57 વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલ છોડી, સરકારી શાળા તરફ વળ્યા

વિરપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહામારીમાં દોઢ વર્ષથી શિક્ષણ બંધ હોવા છતાં ખાનગી શાળાઓએ ફી વસુલી

છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની મહામારીને કારણે ડામાડોળ બનેલી આર્થિક સ્થિતિમાં વાલીઓ પોતાનું બજેટ જાળવી રાખવા બાળકોને ખાનગી શાળામાં અભ્યાસ કરાવવો પરવડે તેવી સ્થિતિ નથી. જેના કારણે વિરપુર તાલુકાની પ્રાથમિક શાળામાં 57 જેટલા વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓને અલવિદા કરી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.સરકારી પ્રાથમિક શાળા ઓમાં શિક્ષણસ્તર દિનપ્રતિદિન ઊંચું જઇ રહ્યું હોય અને ખાનગી સ્કૂલો વાલીઓ પાસે તગડી ફી વસુલતા હોઈ જે છેલ્લા કેટલાક વર્ષોથી ખાનગી સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલો છોડીને સરકારી સ્કૂલોમાં પ્રવેશ મેળવતા થયા છે.

મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાની સરકારી પ્રાથમિક સ્કૂલો શિક્ષકો દ્વારા બાળકોને ગુણવત્તા સભર શિક્ષણ પૂરું પાડવામાં આવતા વાલીઓ સરકારી સ્કૂલો તરફ આકર્ષાયા છે. કેટલાક વાલીઓ ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતા પોતાના સંતાનોને ખાનગી સ્કૂલમાં એડમિશન રદ કરાવીને સરકારી પ્રાથમિક સ્કૂલમાં દાખલ કરાવી રહ્યા છે ત્યારે ચાલુ વર્ષે વિરપુર તાલુકામાં 57 જેટલા વિદ્યાર્થીઓ વિવિધ ખાનગી સ્કૂલો છોડીને સરકારી સ્કૂલોમાં પ્રવેશ મેળવ્યો છે જેમાં સૌથી વધુ ખેરોલી પે સેન્ટરના 14 જેટલા બાળકોએ મોંઘીદાટ ફી વસૂલતી ખાનગી સ્કૂલોને અલવિદા કરી સરકારી પ્રાથમિક સ્કૂલોમાં પ્રવેશ મેળવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...