તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લુણાવાડામાં પોલિટિકલ ડ્રામા:પાલિકામાં સાડા ત્રણ વર્ષમાં 6 પ્રમુખો બદલાઇ ગયા

લુણાવાડા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપે પાલિકામાં સત્તા માટે કરેલા નિષ્ફળ પ્રયાસોના કારણે પ્રમુખો બદલાયા

લુણાવાડા નગરપાલિકાના પોલિટિકલી ડ્રામાના કારણે નગરના લોકો હેરાન પરેશન થઈ ગયા છે. સત્તા ધારી પક્ષ પોતાની પાર્ટીના પ્રમુખ બનાવવા માટે અનેક ડ્રામા કરી ચુક્યો છે. જેના કારણે પાછલા સાડા ત્રણ વર્ષમાં 6 પ્રમુખો બદલાઇ ગયા છે. અને બીજા દોઢ વર્ષમાં શું થશે ? જેવા અનેક સવાલો નગરના લોકોમાં જોવા મળ્યા છે.

ત્યારે બ્રિન્દાબેન શુકલ NCP માંથી ચૂંટાયા બાદ ભાજપના સક્રિય સભ્ય બન્યા હતા. તથા બીજેપીના ત્રણ સભ્યો દ્વારા NCP ના પ્રમુખ બ્રિનદાબેન શુકલને ટેકો જાહેર કરતાં કોર્પોરેટર પ્રીતિબેન સોની દ્વાર અરજી કરતાં પ્રમુખ બ્રિનદાબેન શુકલ તથા ભાજપમાંથી ચૂંટાયેલા હીનાબેન ભોઈ, જયશ્રીબેન ડાભી અને કેતનકુમાર ડોડીયારને ગુજરાત રાજ્યના નામોદિષ્ટ અધિકારી શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સસ્પેન્ડ કરવામા આવ્યા બાદ તેઓ સભ્ય પદેથી સસ્પેન્ડ થાય હતા. જેના કારણે ઉપપ્રમુખ મીનાબેન પંડ્યાએ ચાર્જ સાંભળ્યો હતો ત્યાર બાદ બ્રિનદાબેન શુકલ હાઇકોર્ટમાં જતા તેમને સાંભળ્યા વગર નિર્ણય લેવામાં આવ્યો છે તેવું હાઇકોર્ટને તેઓના વકીલ દ્વારા જણાવતા હાઈકોર્ટ દ્વારા 25 તારીખ સુધી તેઓને સ્ટે આપી નીચલી કક્ષાની ફોર્મેલિટી પુરી કરવા જણાવતાં ફરી એક વાર બ્રિનદાબેને લુણાવાડા નગરપાલિકાનો પ્રમુખ પદનો ચાર્જ સાંભળ્યો છે ત્યારે સાડા ત્રણ વર્ષમાં 6 પ્રમુખો બદલાતાં નગરના લોકો એટલા કન્ફ્યુઝ છે કે નગરપાલિકાએ આવતા પહેલા પ્રમુખ કોણ છે તેમ પૂછે છે.

પ્રમુખો ક્યારે બદલાયા

  • તા. 26-6-18થી 26-6-20 સુધી જયેંદ્રસિંહ સોલાકી
  • તા. 21-06-20થી 28-07-20 સુધી ઉપપ્રમુખ ઈદ્રિશ સુરતી જોડે ચાર્જ રહ્યો
  • તા. 29-07-20થી25-08-20 સુધી જયેંદ્રસિંહ સોલંકી
  • તા. 26-06-20થી 26-04-21 સુધી બ્રિનદાબેન શુકલ
  • તા. 27-05-2021થી 04-07-21 સુધી ઉપપ્રમુખ મીનાબેન પંડ્યા ચાર્જ સાંભળ્યો
  • તા. 05-07-22થી બ્રિનદાબેન શુકલ દ્વારા પુન: ચાર્જ સાંભળ્યો છે

નગરનો વિકાસ રૂંધાય છે
પાલિકામાં સાડા ત્રણ વર્ષમાં 6 પ્રમુખો બદલાયા કેન્દ્રમાં અને ગુજરાતમા BJP ની સરકાર હોવાથી BJP પોતાની સત્તા મેળવવા માટે પ્રયત્નો કરે છે પરંતુ નગરનો વિકાસ રૂંધાય છે જેથી લોકો હેરાન પરેશાન થાય છે જે ધ્યાને રાખવો જરૂરું છે. >સુનિલ બ્રહ્મભટ્ટ,સામાજિક કાર્યકર્તા

અન્ય સમાચારો પણ છે...