તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:મલેકપુરમાં 4 દિન બાદ બજાર ખુલતાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ દેખાયો

મલેકપુર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બજારમાં લોકો માસ્ક વગર જોવા મળતાં સંક્રમણનું જોખમ

લુણાવાડા તાલુકાના મલેકપુરના બજારમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા લોકો માસ્ક વગર જ જોવા મળ્યા હતા. મલેકપુરમાં કોરોનાના કેસો વધતા પંચાયત તથા વેપારીઓ દ્વારા નિર્ણય લઇ સ્વેચ્છાએ 4 દિવસ બજાર બંધ રાખવામાં આવ્યું હતું. સોમવારે મલેકપુરનું બજાર ખુલતાની સાથે જ સવારથી લોકો ખરીદી કરવા માટે ઉમટી પડતા બજારમાં ભારે ભીડ જોવા મળી હતી.

બીજી બાજુ બેંકમાં પણ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. મલેકપુર 4 દિવસ બંધ રહ્યા બાદ કોરોના જતો રહ્યો હોય તેમ લોકો બિન્દાસ માસ્ક વગર ફરતા જોવા મળ્યા હતા. જ્યારે હાલ મલેકપુરમાં 40થી પણ વધારે લોકો કોરોના પોઝિટિવ છે. મલેકપુર ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા તકેદારી રાખીને કડક કાર્યવાહી કરાય અને લોકો પાસેથી દંડ વસૂલાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો