તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:મહીસાગર જિલ્લામાં 4.88 લાખથી વધુ લોકોને કોરોના વિરોધી વેક્સિન આપી સુરક્ષા અપાઇ

લુણાવાડા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ સંતરામપુર તાલુકામાં ‌‌1,40,080 લોકોએ વેક્સિન લીધી

વૈશ્વિક મહામારી કોવીડ-૧૯ ના સંક્રમણ સામે આરોગ્ય સુરક્ષા કવચ આપતું કોરોના રસીકરણ મહાઅભિયાન મહીસાગર જિલ્લામાં પૂરજોશમાં ચાલી રહ્યું છે.

જિલ્લા કલેકટર ર્ડો.મનીષકુમાર અને જિલ્લાી વિકાસ અધિકારી કે.ડી.લાખાણીના માર્ગદર્શન હેઠળ રસીકરણ અભિયાનને વેગવાન બનાવવા સઘન ઝૂંબેશ હાથ ધરાતા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા 18થી 44 વર્ષના નાગરિકોને કોરોના રસી આપવાની કામગીરી હાલ કાર્યરત છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા મહીસાગર જિલ્લામાં અત્યાર સુધી 18થી 44 વર્ષના તેમજ 45થી 59 અને 60 વર્ષથી વધુ ઉંમરના કુલ 4,88,111 નાગરિકોએ કોરોના રસીકરણ કરાવી કોરોના સામે આરોગ્ય સુરક્ષા કવચ મેળવ્યું છે. જેમાં 18થી 44 વર્ષ વયના 1,05,681 નાગરિકોને કોરોના વિરોધી વેક્સીન આપી સુરક્ષિત કરાયા છે.

જિલ્લામાં અત્યાર સુધીમાં 45થી 59 વર્ષના અને 60થી વધુ ઉંમરના 2,49,615 તેમજ 18થી 44 વર્ષ વયના 1,05,681 જેટલા નાગરિકોને કોરોના રસી મુકાઇ છે. જિલ્લામાં 3,70,552 નાગરિકોને રસીનો પ્રથમ તેમજ 1,17,559 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાતા તાલુકા પ્રમાણે લુણાવાડામાં 1,33,929, બાલાસિનોર 61,139, સંતરામપુરમાં 1,40,080, ખાનપુર માં 41,142, કડાણામાં 67,731, અને વિરપુર તાલુકામાં 44,090 લોકોને વેક્સિન અપાઇ ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...