તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:મહીસાગર જિ.માં કોરોનાના 130 નવા કેસ નોંધાતાં કુલ આંક 6035

લુણાવાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 122 દર્દીને રજા અપાઇ, 1645 દર્દી સારવાર હેઠળ
  • કુલ 4317 દર્દીઓ કોરોનાને માત આપી સ્વગૃહે પરત ફર્યા

મહીસાગર જિલ્લામાં સોમવારે બાલાસિનોર તાલુકામાં 18, કડાણા તાલુકામાં 23, ખાનપુર તાલુકામાં 18, લુણાવાડા તાલુકામાં 27, સંતરામપુર તાલુકામાં 27 અને વિરપુર તાલુકામાં 17 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં કોરોનાના કુલ 6035 કેસ પોઝિટિવ નોધાયા છે. જિલ્લામાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી બાલાસિનોર તાલુકામાં 28, કડાણા તાલુકામાં 7, ખાનપુર તાલુકામાં 15, લુણાવાડા તાલુકામાં 31, સંતરામપુર તાલુકામાં 29 અને વિરપુર તાલુકામાં 12 દર્દીઓએ કોરોનાને માત આપતાં તેમને રવિવારે રજા આપવામાં અાવતા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4317 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.

જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 22 વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી 51 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 73 મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનલફલુ / કોરોનાના કુલ 216282 લોકોના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના 578 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. કોરોના પોઝિટિવ આવેલ દર્દીઓ પૈકી 1462 દર્દીઓ સ્ટેબલ, 165 દર્દીઓ ઓક્સિજન પર અને 18 વેન્ટીલેટર પર છે.

અન્ય સમાચારો પણ છે...