તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:મહીસાગર જિલ્લામાં રવિવારે 110 કોરોના પોઝિટિવ કેસ નોંધાયાં, કુલ આંક 4631

લુણાવાડા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કુલ 3375 દર્દીઓ સ્વસ્થ થઇ સ્વગૃહે પરત ફર્યા, 1197 દર્દીઓ સારવારમાં

મહીસાગર જિલ્લામાં રવિવારે બાલાસિનોર તાલુકામાં 20, કડાણા તાલુકામાં 9, ખાનપુર તાલુકામાં 12, લુણાવાડા તાલુકામાં 28, સંતરામપુર તાલુકામાં 21 અને વિરપુર તાલુકામાં 17 લોકોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ અાવતા જિલ્લામાં કોરોનાના કુલ 4631 કેસ નોધાયા છે.

બાલાસિનોર તાલુકામાં 21, કડાણા તાલુકામાં 13, ખાનપુર તાલુકામાં 9, લુણાવાડા તાલુકામાં 22, સંતરામપુર તાલુકામાં 18 અને વિરપુર તાલુકામાં 4 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતાં જિલ્લાંમાં અત્યાર સુધીમાં કુલ 3375 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 19 વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી 40 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 59 મૃત્યુ નોંધાવા પામ્યા છે. જિલ્લામાં સીઝનલફલુ/ કોરોનાના કુલ 2,04,523 લોકોના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. 578 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇન હેઠળ હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. 1036 દર્દીઓ સ્ટેબલ અને 152 દર્દીઓ ઓક્સિજન પર અને 9 વેન્ટીલેટર પર છે.

રેપિડ ટેસ્ટની કિટ્સ ન હોવાથી કેસ ઘટ્યાં!
મહીસાગર જીલ્લામાં ત્રણ દિવસથી રેપીડ ટેસ્ટ કરવાની કીટો ન હોવાથી કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. કોરોનાના ટેસ્ટ કરવા માટે લાંબી લાઈનો લાગી રહી છે પરંતુ રેપીડ ટેસ્ટ કરવાની કીટો ન હોવાથી RTPCR ટેસ્ટ કરાવવો પડે છે. પરંતુ જિલ્લામાં લેબોરેટરી ન હોવાથી 3 થી ચાર દિવસ પછી રિપોર્ટ આવતા દર્દીઓની હાલત ગંભીર થાય છે ત્યારે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે શું સરકાર કેસોના આંકડો ઓછા બતાવવા કીટો નથી મોકલતી કે શું?

જિલ્લામાં 7 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન
મહિસાગર જિલ્લામાં રોજ કોરોના 100થી વધુ પોઝિટિવ કેસ મળી આવે છે.જેથી જીલ્લાના વેપારીઓએ કોરોનાની ચેઇન તોડવા સ્વૈચ્છિક સોમવારથી 7 દિવસ ધંધા રોજગાર બંધ રાખવાની જાહેરાત તંત્ર સાથે મીટીંગમાં કરી હતી .જેથી મહિસાગરમાં સોમવારથી 7 દિવસનું સ્વૈચ્છિક લોક ડાઉન કરીને કોરોનાનું સંક્રમણ ઘટાડવા પ્રયાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો