તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિરાધાર:મહીસાગરમાં કોરોનામાં 9 બાળકોએ માતા-પિતા ગુમાવતાં મુ.મંત્રી બાલ સેવા યોજનાનો લાભ મળશે

લુણાવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ બાળકોને દર મહિને રૂા.4000ની માસિક સહાય 18 વર્ષ સુધી મળશે

કોરોનાની મહામારી દરમિયાન અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્‍યા છે. કોઇ એ પોતાના વ્હાલ સોયા દિકરા-દિકરીઓ ગુમાવ્યા છે તો કોઇ એ ભાઇ-બહેન-પત્નિનો સાથ ખોયો છે. રાજયમાં કેટલાંય બાળકો આ કોરોના સમય દરમિયાન પોતાના માતા-પિતા બંને ગુમાવવાને કારણે અનાથ અને નિરાધાર બન્યા છે.

આ સંદર્ભમાં ગુજરાતની સરકારએ કોરોનાના આ કપરાકાળમાં આવા નિરાધાર અને માતા-પિતા ગુમાવી ચૂકેલા બાળકોને મુખ્યમંત્રી બાલ સેવા યોજનાનો લાભ મળે તે હેતુસર મહીસાગર જિલ્લા કલેકટર ડૉ. મનિષકુમારના સીધા માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્લા બાળ સુરક્ષા અધિકારી નિરવ આર પંડ્યા અને તેમની ટીમ દ્વારા આવા બાળકોને શોધવાની અને તેમને તમામ પ્રકારની જરૂરી મદદ પુરી પાડવાની કામગીરી સોંપવામાં આવી હતી. જે અંતર્ગત જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 10 પરિવારોના 10 બાળકો અનાથ થયા હોવાનું જણાઇ આવ્યું હતું. આ બાળકોને સહાય મળે તે માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી રેણુકાબેન મેડાના અધ્યક્ષસ્થાને સ્પોન્સરશીપ એન્ડ ફોસ્ટર કેર અપ્રુવલ કમિટીમાં રજૂ કરી હતી.

આ કમિટીએ આધારા-પુરાવાઓ ચકાસીને આ બાળકોની સહાય તાજેતરમાં મળેલ બેઠકમાં મંજુર કરી હતી. અનાથ બનનાર 9 બાળકોને હવે મુખ્‍ય મંત્રી બાલ સેવા યોજનાનો લાભ મળતો થશે. સમાજ સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે, આ બાળકોને દર મહિને રૂા. 4000ની માસિક સહાય તેઓ 18 વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધી આપશે. આ બેઠકમાં સીડબલ્યુસી મહીસાગર જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન મહેન્દ્રભાઈ પટેલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી નિરવભાઈ આર પંડ્યા, સુરક્ષા અધિકારી હિતેષભાઇ પારગી અને અધિક્ષક અમિતાબેન પટેલ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...