આત્મનિર્ભર ગ્રામ યાત્રા:લુણાવાડામાં મહિલા આયોગના અધ્યક્ષા આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ કરાવશે

લુણાવાડા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિકાસ કામોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત અને યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ
  • મહીસાગરમાં બે રથ દ્વારા ત્રિ-દિવસીય આત્મ નિર્ભર ગ્રામ યાત્રા યોજાશે

દેશની આઝાદીના ૭પ મા વર્ષની ઉજવણી અંતર્ગત દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્‍સવની ઉજવણી થઇ રહી છે. પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીની આત્‍મનિર્ભર ગામની વિભાવનાને સાકાર કરવા તેમજ ગુજરાતના નાગરિકોને જનસુખાકારીના લાભો સત્‍વરે મળી રહે એ આશયથી મુખ્‍ય મંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ આજે તા.18 નવેમ્બરના રોજ ખેડા જિલ્‍લાના મહેમદાવાદ ખાતેથી તા. 20 નવેમ્‍બર સુધી સમગ્ર રાજયમાં યોજાનાર ત્રિદિવસીય આત્‍મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ કરાવશે.

તદ્અનુસાર ગુજરાત રાજય મહિલા આયોગના અધ્‍યક્ષ લીલાબેન અંકોલિયા મહીસાગર જિલ્‍લાના મુખ્‍ય મથક લુણાવાડા ખાતેથી મહીસાગર જિલ્‍લામાં યોજાનાર આત્‍મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ સવારના 9 કલાકથી કરાવશે. આ પ્રસંગે પંચમહાલના સાંસદ, જિલ્‍લા પંચાયતના પ્રમુખ, ધારાસભ્‍યો, જિલ્‍લા કલેકટર અને જિલ્‍લા વિકાસ અધિકારી ઉપસ્‍થિત રહેશે.

આ આત્‍મનિર્ભર ગ્રામ રથ યાત્રા દરમિયાન સમગ્ર મહીસાગર જિલ્‍લામાં આ ત્રણ દિવસ દરમિયાન વિવિધ વિભાગોના રૂા. 1643.50 લાખના ખર્ચે નિર્માણ પામેલ 2348 કામોના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ, રૂા. 4372.19 લાખના ખર્ચે નિર્માણ પામનાર 05 વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને વિવિધ યોજનાકીય લાભોના 3168 લાભાર્થીઓને રૂા. 546.53 લાખની સહાયનું વિતરણ કરવામાં આવનાર છે.

જેના ભાગરૂપે મહીલા આયોગના અધ્યક્ષશ્રીમતી લીલાબેન અંકોલીયાના હસ્તે લુણાવાડા ખાતે પણ વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત અને વિવિધ યોજનાકીય લાભોના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવશે. આત્‍મનિર્ભર ગ્રામ યાત્રા અંતર્ગત મહીસાગર જિલ્‍લા પંચાયતની 28 સીટો ઉપર બે આત્‍મનિર્ભર ગ્રામ રથ દ્વારા વિવિધ ગામોમાં વિકાસ યાત્રા યોજાશે. જિલ્‍લામાં યોજાનાર આત્‍મનિર્ભર ગ્રામ રથ યાત્રામાં રાજયના 12 જેટલા વિવિધ વિભાગો સહભાગી થશે. જે અંગેની ફિલ્‍મ નિદર્શન દ્વારા સમજ આપવામાં આવશે.

પંચમહાલમાં 103 કરોડથી વધુનાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે
દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાનાં અવસરે યોજાઈ રહેલ આઝાદીનો અમૃત્ત મહોત્સવ અભિયાન અંતર્ગત ગ્રામવિકાસ વિભાગ દ્વારા આજે તા. 18 થી 20 નવેમ્બર દરમિયાન આત્મનિર્ભર ગ્રામ રથ દ્વારા ત્રિદિવસીય યોજનાકીય જાગૃતિ અભિયાન યોજાનાર છે, જેનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખેડામાં આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમથી થશે. પંચમહાલ જિલ્લામાં આ કાર્યક્રમ અંતર્ગત આયોજિત શ્રેણીબદ્ધ કાર્યક્રમોનો શુભારંભ આદિજાતિ વિકાસ અને આરોગ્ય પરિવાર અને કલ્યાણ રાજ્યમંત્રી નિમિષાબેન સુથાર સહિતનાં મહાનુભાવો ગોધરા તાલુકાનાં ભામૈયા ત્રિમંદિર ખાતેથી સવારે 9.30 કલાકે 4 આત્મનિર્ભર ગ્રામ રથોને પ્રસ્થાન કરાવશે.

આ રથો 3 દિવસ સુધી જિલ્લા પંચાયતની 38 સીટ વિસ્તાર હેઠળ સમાવિષ્ટ 541 ગામોમાં અલગ અલગ સમયે ભ્રમણ કરીને યોજનાકીય જનજાગૃતિ પ્રસરાવશે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં વિવિધ વિભાગોનાં રૂ. 45.58 કરોડના 3169 વિકાસકામોનાં લોકાર્પણ અને રૂ.57.79 કરોડનાં 1025 કામોનું ખાતમુહુર્ત એમ કુલ રૂ. 103.88 કરોડનાં 4194 વિકાસકામોનું ખાતમુહુર્ત- લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં લાભાર્થીઓને આવાસોનું લોકાર્પણ પણ કરવામાં આવશે. જેમાં જિલ્લાનાં વિવિધ સ્થળોએ પદાધિકારીઓ-મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...