સમસ્યા:લુણાવાડા પંથકમાં ડાંગરનો તૈયાર પાક પડી જતાં ખેડૂતો બેહાલ બન્યા

મલેકપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લુણાવાડા તથા મલેકપુર પંથકમાં પવન અને વરસાદના ઝાપટા પડવાથી ખેડુતોનો તૈયાર થયેલો ડાંગર અને મકાઇ જેવા પાકો પડી જતા ખેડુત બન્યો ચિંતાતુર લુણાવાડાના મલેકપુર પંથકના સીમલીયા નાનાવડદલા સેમારાના મુવાડા પાદેડી તેમજ મલેકપુર પંથકના ગામડાઓમાં તૈયાર થયેલો પાક પડી જતા ખેડુતોને ધોળા દિવસે રડવા ના દિવસો આવ્યા હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે. એક બાજુ પહેલાથીજ કોરાના વાયરસથી ખેડુતની કમર તુટી ગઇ છે જયારે બીજી બાજુ મેઘરાજા ના લાંબો વિસામણા ખેડુતો ચિંતાતુર બન્યા હતા અને જયારે મેઘરાજા મેહર થતા ડાંગર અને મકાઇ જેવા પાકોમા ખેડુતોને સારૃ તેવુ ઉત્પાદન મળે તેવી ખૂશીઓથી ખેડુત ઝુમી ઉઠયો હતો.પણ જયારે કિસ્મત મા ડોરીયુ તેલ લખ્યું હોય તો ઘી કયાંથી ખાવ મલે તેવી પરિસ્થિતિ જગતનો તાત તેવા ખેડુતોની થઇ હતી. આમ તૈયાર થયેલો પાકોમા પવનો અને વરસાદના ઝાપટ પડવાથી ખેડુતોનો તૈયાર થયેલો ડાંગર પાક પડી જવાની ભીતિ સેવાય રહી છે.આમ ખેડુત બિચારો ન ઘરનો કે ન ઘાટનો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે મહિસાગર જિલ્લાના ખેડૂતોને ડાંગરનો પાક નુકસાન થતા ખેડૂતો બેહાલ બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...