દુર્ઘટના:લુણાવાડામાં સ્પીડ બ્રેકર વિનાના માર્ગ પર ટ્રકની અડફેટે આશાસ્પદ યુવતીનું મોત થતાં ચક્કાજામ

લુણાવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • CM આવવાના હોવાથી સ્પીડ બ્રેકર કાંઢી નાંખવામાં આવ્યા હતાં

લુણાવડાની હેલહેમ્સ સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી 23 વર્ષની યુવતી હરિરાજકુંવર અજીતસિંહ સોલંકી સવારે સમયે સ્કૂલે જવા નીકળેલ તે સમયે હરિયાણા ટ્રક ગોધરાથી મોડાસા તરફ જતા ચારકોશિયા નાકા પાસે પુરપાટ ઝડપે આવી અડફેટે લેતાં ટ્રક ચાલક નાસી ગયો હતો. જ્યારે હરિરાજકુંવરનું ઘટના સ્થળે મોત થયું હતું. ત્યારે ઘટના સ્થળે ભેગા થયેલા લોકો દ્વારા જાણવા મળેલ કે લુણાવાડા નગરના રોડો પર સ્પીડ બ્રેકર ન હોવાથી વારંવાર એક્સિડન્ટના બનાવો બને છે.

જેથી તાત્કાલિક સ્પીડ બ્રેકર બનાવવાની માગ સાથે રોષે ભરાયેલા લોકો દ્વારા રોડ બ્લોક કરવામાં આવતા ટ્રાફિક જામ થતા સ્થાનિક ધરસભ્ય જીજ્ઞેશ સેવક ઘટના સ્થળે પોહચી સ્પીડ બ્રેકર બનાવવા તાત્કાલિક તજવીજ હાથ ધરી હતી. તો બીજી CCTV ના આધારે ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા લુણાવાડા પોલીસે તજવીજ હાથ ધરતાં ટ્રકનો નંબર આઈડન્ટીફાઈ કરી રાજસ્થાન પોલીસનો સંપર્ક કરી ચિતોડગઢ થી ટ્રકને ઝડપી આરોપીને લુણાવાડા લાવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

13 જાન્યુઆરીએ સ્પીડ બ્રેકર કાઢી નાંખ્યા હતા
લુણાવાડા નગરમાં સ્પીડ બ્રેકર હતા પરંતુ 13 જાન્યુઆરી એ મુખ્યમંત્રી વિજય રૂપાણી આવ્યા ત્યારે નગરના તમામ સ્પીડ બ્રેકર કાઢીનાખવામાં આવ્યા હતા ત્યાર બાદ નગરમાં વારંવાર એક્સિડન્ટના બનાવો બને છે. >પિંકેશ પટેલ,વેપારી લુણાવાડા

પાણી ગયા પછી પાળ : મોત થતાં સ્પીડ બ્રેકર બનાવ્યું

લુણાવાડા નગરમાં વારંવાર એક્સિડન્ટના બનાવો બને છે ત્યારે આજે ચારકોશિયા નાકા પાસે વેલહેમ્સ સ્કૂલમાં નોકરી કરતી 23 વર્ષની યુવતીને પુરપાર્ટ ઝડપે હકારતા ટ્રક ચાલકે અડફેટે લેતા નગરના લોકો દ્વારા સ્પીડ બ્રેકર મુકવા માંગ કરવામાં આવી હતી. ત્યારે ધારાસભ્ય દ્વારા તાત્કાલિક સૂચના આપતા યુદ્ધના ધોરણે સ્પીડ બ્રેકરીની કામગિરી શરૂ કરવામાં આવતાં આ મૃત્યુ પાછળ સ્પીડ બ્રેકર ન હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા સ્પીડ બ્રેકરની કામગીરી તાત્કાલિક શરૂ કરતાં પાણી ગયા પછી પાર બાંધી હોય તેવું દેખાઈ રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...