તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ગધનપુર ગામમા ખેતરમાં ઘઉં-તુવેરનો ઉભો પાક બળીને ખાખ, હોળીના દિવસે 13 વિગા મોટા ખેતરની જમીનમાં ઘઉંની હોળી

લુણાવાડાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આગ લાગતા ખેડૂતોના મોમાં આવેલો કોળિયો છીણવાયો

લુણાવાડા તાલુકાના ગધનપુર ગામે કોઈ અગમ્ય કારણોસર ખેતરમાં રહેલા પાકમાં આગ લાગતા ખેડૂતોના મોમાં આવેલો કોળિયો છીણવાયો હતો. ગામના કલ્પેશ પટેલ, જયેશ પટેલ સહિત અન્ય ખેડૂતો દ્વારા તનતોડ મહેનત કરી ખેતરોમાં શિયાળાની સીઝનમાં ઘઉં અને તુવેરની ખેતી કરવામાં આવી હતી.

પરંતુ કોઈક કારણોસર આગ લાગતા તૈયાર થયેલ ઘઉં અને તુવેરો બળીને ખાખ થતા ખેડૂતના 500 મણ જેટલા તૈયાર થયેલા ઘઉં અને તુવેર બળતા ખેડૂત બેહાલ બન્યા હતા. ઘટનાની જાણ ગામ લોકોને થતાં ગામના ખેડૂતો દોડી આવી ટ્રેક્ટરથી ખેડાણ કરી આગ બૂઝાવવાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ આગ ન બૂઝાતા લુણાવાડા નગરપાલિકા ફાયર ફાઈટરને બોલાવવામાં આવ્યું હતું. પરંતુ ફાયર ફાઈટર ખેતરમાં આગ લાગેલી ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ મહામૂલો ઘઉંનો પાક બળીને ખાખ થયા હતા.

500 મણ ઘઉં આગમાં બળીને ખાખ થયા
અંદાજીત 12થી 13 વિઘા જમીનમાં હોળીના દિવસે ઉભા ઘઉંના પાકમાં અચાનક કોઈક કારણોસર આગ લાગતાં 5 ખેડૂતનું અંદાજીત 500 મણ જેટલા ઘઉં બળીને ખાખ થયા છે. ગામના ખેડૂતો દ્વારા ટ્રેક્ટરથી ખેડાણ કરી આગ બૂઝાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આગ કાબૂમાં ન આવતાં લુણાવાડાથી ફાયર ફાઈટર બોલાવવામાં આવ્યું હતું.>કલ્પેશ પટેલ, ભોગ બનનાર ખેડૂત, ગધનપુર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો