તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:લુણાવાડાના ગધનપુરમાં ખેડૂતે કાળા ઘઉંની ખેતી અપનાવી

મલેકપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
લુણાવાડા તાલુકાના ગધનપુર ગામના ખેડૂત કલ્પેશભાઈઅે કાળા ઘઉંની ખેતી કરી છે તે ખેતરનું દૃશ્ય જણાય છે. - Divya Bhaskar
લુણાવાડા તાલુકાના ગધનપુર ગામના ખેડૂત કલ્પેશભાઈઅે કાળા ઘઉંની ખેતી કરી છે તે ખેતરનું દૃશ્ય જણાય છે.
 • કાળા ઘઉંમાં આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ સહિતના અનેક પોષકતત્વો રહેલા છે
 • કાળા ઘઉંનું સંશોધન પંજાબ યુનિવર્સિટી દ્વારા કરાયું છે

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ગધનપુર ગામના ખેડૂત કલ્પેશભાઈ મહેન્દ્રભાઈ પટેલ જેઓ શિયાળુ ખેતીમાં મોટાભાગે ઘઉંની ખેતી કરે છે. સામાન્ય રીતે ઘઉંનો રંગ રતાશ પડતો હોય છે. પરંતુ હંમેશા ખેતીમાં કંઈક નવી પદ્ધતિ અને નવા પ્રયોગો કરવાનું અને અનુસરતા એવા ખેડૂત કલ્પેશભાઈએ ઘઉંના પાકમાં પણ નવીન જાતના ઘઉંનો પ્રયોગ અપનાવ્યો. સામાન્ય ઘઉં કરતા અલગ એવા ‘કાળા ઘઉં’. આમ, તો આ કાળા ઘઉંનું સંશોધન પંજાબ યુનિવર્સિટી દ્વારા કરાયું છે.

પરંતુ આ ઘઉં અને તેના ફાયદાઓથી સામાન્ય ખેડૂત હજી અજાણ છે ત્યારે કલ્પેશભાઈએ આ ક્ષેત્રે નવીન જાતના ઘઉંની ખેતી કરી ખેડૂતોને નવી દિશા આપવાનો સરસ પ્રયાસ કર્યો છે. ખેડૂતમિત્ર કલ્પેશભાઈ અને બિયારણના જાણકારોના કહેવા મુજબ આ કાળા ઘઉં અનેક પોષકતત્વો જેવા કે આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ, સારા કાર્બ્સ ધરાવતા હોઈ છે જેથી અનેક રોગોથી રક્ષણ મેળવી શકાય છે.

ઇમ્યુનીટી બુસ્ટરની ગરજ સારે છે. ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, હ્રદય રોગ જેવી બીમારીમાં પણ આ ઘઉંથી અનેક ગણો ફાયદો મળે છે. ખેડૂતની આ પ્રયોગશીલ ખેતી આજુબાજુના ગામોના ખેડૂતો માટે પ્રેરણારૂપ બની રહેશે. ખેતી ક્ષેત્રે નવા વિચારો, નવી પ્રણાલીને ખેડૂતો અપનાવતા થાય તે માટે કૃષિ વિભાગે ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે તેવા પ્રયાસો કરવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો