વિકાસની માત્ર વાતો!:વિરપુર તાલુકાની 136 પ્રાથમિક શાળામાં 67 શિક્ષકોની ઘટથી શિક્ષણ પર અસર

વિરપુર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધારે સામાજિક વિજ્ઞાનના વિષયના19 જેટલા શિક્ષકોની ઘટ
  • ભરતી કરવામાં આવશે ત્યારે આ ઘટ પૂર્ણ થઈ શકે તેમ છે - પ્રાથમિક શાળાના શિક્ષણાધિકારી

એક તરફ રાજ્ય સરકાર સર્વ શિક્ષણ અભ્યાનની જાહેરાતો મોટી મોટી કરી રહ્યું છે ત્યારે મહીસાગર જીલ્લાના વિરપુર તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવાનું જાણવા મળી રહ્યુ છે. તાલુકામાં આવેલી ધોરણ 1 થી 8ની 136 પ્રાથમિક શાળાઅોમાં 543 શિક્ષકોના મહેકમ સામે હાલ 480 શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. જે પૈકી તાલુકાની પ્રાથમિક શાળાઅોમાં 67 શિક્ષકોની ઘટ હોવાની માહિતી મળી છે. ત્યારે પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ સામે શિક્ષણનું સ્તર કેવી રીતે ઉંચુ આવે તે એક સવાલ શિક્ષણવિદોમાં ચર્ચાઇ રહ્યો છે.

તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 એમ બે વિભાગ પાડેલ છેે. જેના શિક્ષકો પર એક નજર કરીએ તો ધોરણ 1 થી 5 માં કુલ 35 શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ખાલી પડી છે. અને ધોરણ 6 થી 8 માં 32 શિક્ષકો મળી તાલુકામાં કુલ 67 શિક્ષકોની ઘટને કારણે શિક્ષણનું સ્તર કથળી રહ્યુ છે. જેમા ધોરણ 6 થી 8 ના કુલ 32 શિક્ષકોની ઘટમાં સામાજીક વિજ્ઞાનના 19, ગણીત વિજ્ઞાનના 8 અને ભાષાના 5 શિક્ષકોની ઘટ છે. જ્યારે ધોરણ 1 થી 5 માં 35 શિક્ષકોની ઘટ છે. ત્યારે ઓછા શિક્ષકો વચ્ચે ગામડાની સરકારી પ્રાથમિક સ્કૂલોમાં વિદ્યાર્થાઓ અભ્યાસ કેવી રીતે કરતા હશે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગે કોમ્પ્યુટરો કે મોર્ડન શિક્ષણ પહેલા તાલુકાની પ્રાથમિક શાળાઓની સમશ્યાઓ ઓછી કરે તે તાતી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...