તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભયંકર જળસંકટ:કડાણા ડેમની જળસપાટી જો 10 ફૂટ ઘટે તો જળસંકટ સર્જાવાના એંધાણ

દિવડા કોલોનીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડાણા ડેમની જળ સપાટીમા સતત થયેલો ઘટાડાથી સિંચાઇ, પીવાની સમસ્યા સર્જાશે - Divya Bhaskar
કડાણા ડેમની જળ સપાટીમા સતત થયેલો ઘટાડાથી સિંચાઇ, પીવાની સમસ્યા સર્જાશે
  • પાણીની સપાટી 374 ફૂટ થાય તો ગેટમાંથી પાણી આપોઆપ બંધ થશે
  • ડેમમાં 31% જ પાણીનો જથ્થો અને હાલ પાણીની સપાટી 384.11 ફૂટ છે

કડાણા ડેમની સપાટીમાં આગામી 20 દિવસમાં મૃતપાયે પહોંચશે તેવા સંકેતો જોવા મળી રહ્યા છે. હાલ ડેમમાં 31% પાણીનો જથ્થો છતાં ડેમ સત્તાધીશો દ્વારા 6000 ક્યુસેક પાણી સતત મહી સિંચાઇ વિભાગ માટે છોડવામાં આવી રહ્યું છે. આવનાર દિવસોમાં લોકો અને ખેડૂતોનાં માથે ભયંકર જળસંકટની કટોકટી સર્જાવા એંધાણ હાલ દેખાય રહ્યા છે.

હાલ સરેરાશ 6000 ક્યુસેક પાણી સતત છોડવામાં આવી રહ્યું છે
મહિસાગર જીલ્લાના જીવાદોરી સમાન તેમજ ગુજરાત રાજ્યના 9 જીલ્લાઓ પીવાના પાણીથી લઈને સિંચાઇનું પાણી પૂરું પાડનાર કડાણા ડેમમાં હાલ નહિવત 31% જથ્થો જોવા મળી રહ્યો છે . જળાશયની હાલની સપાટી 384.11 ફુટ છે. જે રીતે હાલમાં ડેમમાંથી સતત 6 હજાર કયુસેક પાણી છોડવામાં અાવી રહ્યુ છે. ત્યારે અગામી 20 દિવસ બાદ ડેમની સપાટી 374 ફુટ થઇ જશે ત્યારે પાણીની સપાટી ગેટની નીચે જવાથી સિચાંઇનું પાણી આપોઆપ બંધ થઇ જશે. જો અાવનાર સમયમાં ડેમમાં નવા નીર ન આવે તો આગામી 20 દિવસ બાદ ડેમની સપાટી મૃતપાયે પહોંચવાના એંધાણ સર્જાય રહ્યા છે.ત્યારે કડાણા ડેમના સત્તાધીશો દ્વારા ખેડા મહી સિંચાઇ વિભાગની માંગના આધારે પાછલા 20 દિવસમાં 6388 mcft પાણી છોડી દેવામાં આવ્યું છે, અને હાલ સરેરાશ 6000 ક્યુસેક પાણી સતત છોડવામાં આવી રહ્યું છે. ત્યારે જો આ પ્રમાણે જ ખેડા મહી સિંચાઇ વિભાગની માંગણી પૂરી કરવામાં આવશે તો 20 દિવસ બાદ ડેમની સપાટીના તળિયા જાટક થઈ જશે તેવું પ્રતિત થઈ રહ્યું છે અને જો આવનાર દિવસોમાં ઉપરવાસમાં વરસાદ નહીં પડે તો આવનારા ઉનાળા પહેલા મહાજળ સંકટ સર્જાવાના એંધાણ સર્જાય રહ્યા છે .

ખેડાઆણંદને સિંચાઇના પાણીનો લાભ આપે છે
કડાણા જળાશયમાંથી ખેડા- આણંદ જિલ્લાની 2.12.194 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ આપે છે તેમજ કડાણા ડાબા કાંઠા નહેર મારફતે કડાણા- લુણાવાડા તાલુકાની 11059 હેક્ટર જમીન તથા જમણા કાંઠા નહેરમાંથી કડાણા- ખાનપુર તાલુકાની 3344 હેક્ટર જમીનને અને સુજલામ સુફલામ સ્પ્રિંડિંગ કેનાલ મારફતે સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, પાટણ , બનાસકાંઠા, ખેડા જિલ્લાના ખેડૂતોને સિંચાઈ લાભ આપે છે.

156 ગામોને પાણીની તંગી થશે
કડાણા ડેમની હાલની સપાટી 384.11 ઇંચ છે. જ્યારે આવક 1150ની સામે જાવક 6000 ક્યુસેક પાણી નડિયાદ મહી સિંચાઈ (ખેડા) વિભાગને આપી રહ્યું છે. ત્યારે ઘરના છોરા ઘંટી ચાટે અને પડોસીઓ લોટ ખાઈ તેવી પરિસ્થિતિ આગામી દિવસોમાં માહિસાગરના ખેડૂતોની જોવા મળશે. ત્યારે આજરીત જો પાણી છોડવામાં આવશે તો સંતરામપુર - કડાણા - લુણાવાડા તેમજ ગોધરા તાલુકાના આશરે 156 ગામોને પીવાનું પાણી પણ આગામી દિવસોમાં નહીં મળે તેવા સંકેતો ઉદભવી રહ્યા છે

380 ફૂટે સિંચાઇનું પાણી બંધ કરીશું
હાલ મહી સિંચાઈ વિભાગની માંગને આધારે પાણી અપાઇ રહ્યું છે બીજા કોઈ મેસેજના આવે ત્યાં સુધી ચાલુ રહેશે. 380 ફૂટ સપાટી બાદ સિંચાઈ માટેનું પાણી બંધ કરી દેવાય છે ત્યાર પછી જો મહી વિભાગની માંગ હશે તો સરકારની મંજૂરી લેવાશે -એસ. ટી. ગામીત, કાર્ય પાલક ઈજનેર, કડાણા વિભાગ. નં. 1.દીવડા કોલોની

અન્ય સમાચારો પણ છે...