કલા:હું પણ કોરોના વોરિયર્સ અંતર્ગત 32 ફૂટ લાંબુ રોડ પેઇન્ટિંગ તૈયાર કરાયું

લુણાવાડા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહીસાગર જિલ્લા મથક લુણાવાડા કોટેજ ચાર રસ્તા પાસે ભગવતી કલા કેન્દ્ર પટ્ટણ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અભિયાનથી પ્રેરિત હું પણ કોરોના વોરિયર્સ લોક જાગૃતિ માટે 32 ફૂટ લાંબુ રોડ પેઇન્ટિંગ તૈયાર કર્યું છે. ભગવતી કલા કેન્દ્ર,પટ્ટણ ભીખાભાઇ માછી અને અમરીશ આર્ટ કલાકાર રતિલાલ  કાછિયા દ્વારાગોધરા શામળાજી મુખ્ય હાઇવે પર તૈયાર કરાયેલ આ વિશાળ રોડ પેંટિંગ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું. રોડ પેઇન્ટિંગ તૈયાર કરનાર કલાકારોએ મુખ્યમંત્રીના હું પણ કોરોના વોરિયર્સ અભિયાનથી પ્રેરિત આ રોડ પેઇન્ટિંગ લોકોને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને  કોરોના સાથે જીવતા શીખીએનો સંદેશ આપવા તૈયાર કર્યું હોવાનું જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...