કૌભાંડનો આક્ષપ:સોનેલામાં જમીન માટે પતિએ પત્નીને જ બહેન બનાવી

લુણાવાડા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ અરજી કરવામાં આવી

સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એકટ નવો કાયદો લાવતા જિલ્લામાં મોટાપાયે જમીન કૌભાંડની અરજીઓ થઈ છે. ત્યારે સોનેલા ખાતા નં 925ના બ્લોક સર્વે નં-170નો જૂનો સર્વે નં-198ની સાડા ત્રણ એકર જમીનમાં બોગસ મરણનો દાખલો મૂકીને પેઢીનામું મુકાયેલ છે. ત્યારે પંચાયતમાં 8 ઓક્ટોબર 2015ના રોજ લીંમ્બોદ્રા ગ્રૂપ ગ્રામ પં.માં આવી કોઈ વ્યક્તિનું મરણ નોંધાયું નથી.

પરંતુ બીજાના દાખલા ઉપર ચેક-ચાક કરી પોતાના દાદાનું નામ લખી ઈ-ધરા મામલતદાર અને પ્રાંત અધિકારીને રજૂ કરી પટેલ ભીખાભાઈ મણીલાલ દ્વારા જમીન પોતાના નામે કરી હતી. જેમાં 38 વ્યક્તિ સંયુક્ત ભાગીદાર છે તેમાં કોઈ જગ્યાએ ફોટો તેમજ સહી લેવાઇ નથી. એમની જાણ બહાર બિન અવેજી વહેંચણી કરાર કરી કોઈને બારોબર વહેંચી મારેલ છે. 3

ઉપરાંત રૂ.100ના સ્ટેમ્પ પેપર પર 38 સંયુક્ત ભાગીદારોમાં પટેલ ભીખાભાઈ દ્વારા પોતાની બહેનના ફોટાની જગ્યાએ પત્નીનો ફોટો લગાવીને બિન અવેજી વહેંચણી કરાર કરાયો હતો. આમાં મોટા કૌભાંડના ખુલાસા થાય તેવા આક્ષેપો સાથે લેન્ડ ગ્રેબિંગ એકટ દાખલ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...